સુરેન્દ્રનગર: ટાવર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થતાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની વિગત અનુસાર સુરેન્દ્રનગરના ટાવર વિસ્તારમાં થોડા દિવસ પહેલા છોકરાઓની બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ જુની અદાવતને ધ્યાને લઈને એક જુથે બીજા જુથ પર ફરી હુમલો કર્યો હતો. અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હવામાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને લઈને મામલો વધુ ગરમાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરની મિયાણાવાડમાં બન્યો બનાવ આ બનાવમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ થઇ ગયુ હતુ. તેમ છતાં મંગળવારે સાંજે 2 કારમાં આવેલા 10થી 12 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ધસી આવી પરિવાર પર લાકડી અને પાઇપના આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. અને હવામાં ફાયરિંગ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર