રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલામાં (Sayala) નેશનલ હાઇવે પર હોટલમાં ફાયરિંગની (Firing) ઘટનાનો વીડિયો (Viral video) હાલમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નેશનલ હાઇવે પર આવેલી શ્રીજી હોટલમાં (Hotel Shreeji) એક શખ્સ આવ્યો હતો અને અચાનક તેણે ફાયરિંગ કરી દીધું હતું. જોકે, આ ઘટનાને 48થી વધુ કલાકનો સમય વીતી ગયો હોવાની શક્યતા છે. દરમિયાનમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બનાવની વિગતો એવી છે કે સાયલામાં નેશનલ હાઇવે પર 10મી માર્ચની ઘટના છે. આ શખ્સ વીડિયોમાં જોવા મળે છે તે મુજબ હોટલમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ બંદૂક બતાવી અને પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરી દે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી નથી.
સાયલા નેશનલ હાઇવે ઉપર શ્રીજી હોટલમાં એક શખ્સ દ્વારા ખાનગી ફાયરિંગ, ઘટનાનો Live video વાયરલ pic.twitter.com/hnKvyCIpmO
પોલીસ દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઝાલાવાડ પંથકમાં હથિયાર સંબંધી ઘટનાઓ સામાન્ય છે. અહીંયા લોકો પાસે ખાનગી હથિયારોની સંખ્યા ખૂબ છે. સામાન્ય રીતે હથિયાર વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ છાશવાર બનતી રહે છે.
દરમિયાન આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે, જોકે, આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ નથી પરંતુ કાયદેસર હથિયારોથી પણ આ પ્રકારે ફાયરિંગ કરવું ગુનો બનતો હોય છે ત્યારે ખાનગી હથિયારોના પ્રકારના દુરઉપયોગના કારણે જિલ્લામાં વીડિયો ખૂબ વાયરલ થયો છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું જ રહ્યું.
દરમિયાન આ ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં અને વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે વ્યક્તિને શોધવાની જ તસ્દી નથી લીધી પરંતુ સુરેન્દ્રનગરની આ ઘટનામાં ફાયરિંગ કરનાર શખ્સનું આ હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જોકે, હવે સમગ્ર મદાર પોલીસની કાર્યવાહી પર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર