અમદાવાદ : 'ખોટા કેસમાં ફસાવી દઈશ', વિવાદિત નવાબ બિલ્ડર પરિવારે વેપારીને ધમકી આપી

અમદાવાદ : 'ખોટા કેસમાં ફસાવી દઈશ', વિવાદિત નવાબ બિલ્ડર પરિવારે વેપારીને ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

નવાબ બિલ્ડરના પરિવારના સભ્યો સામે અકસ્માત, મારામારી, જુગાર કેસ સહિતના અનેક કેસ મણિનગર, ઇસનપુર અને દાણીલીમડા પોલીસસ્ટેશનમાં અગાઉ નોંધાઈ ચુક્યા છે

  • Share this:
અમદાવાદ: દાણીલીમડા માં નવાબ બિલ્ડરની ઓફિસ ધરાવનાર આ પરિવાર અગાઉ અનેક ગુનામાં અને અનેક વિવાદોમાં આવી ચુક્યો છે. ત્યારે એક વેપારીને ધમકી આપનાર આ પરિવારના ત્રણ ભાઈઓ સામે ઇસનપુરમાં વેપારીએ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

દાણીલીમડા માં આવેલી ગની મેમણની ચાલીમાં રહેતા સાબિરહુસેન લુહાર પ્લાસ્ટિકના સ્ક્રેપનો ધંધો કરે ચેમ સાથે સાથે ચા ની હોટલ પણ ધરાવે છે.  24મી ના રોજ તેઓને શરીફખાનનો માણસ બોલાવવા આવ્યો હતો. શરીફખાન નવાબખાન નો પુત્ર થાય છે. જેથી સાબિરહુસેન ત્યાં નવાબ બિલ્ડરની ઓફિસે ગયા હતા.આ પણ વાંચો :  અમદાવાદ : પતિ આખો દિવસ બ્લુ ફિલ્મ જોતો અને પછી અત્યાચાર ગુજારતો હતો, પોલીસ ફરિયાદ નોંધાઈ

તેઓ નવાબખાન બિલ્ડરની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં શરીફખાન,  બાબા ખાન અને મહેબૂબ ખાન હાજર હતા. ત્યારે આ ત્રણ ભાઈઓએ સાબિરહુસેન ને મકાન વેચવા બાબતે વાત કરી હતી. જેથી સાબીરભાઈએ કહ્યું કે તમારા લોકોના લીધે મકાન વેચાતું નથી.

આવું કહેતા જ આ ત્રણ ભાઈઓ ઉશ્કેરાઈ ગયા અને સાબિરહુસેન ને ધમકી આપી કે ખોટા કેસમાં ફસાવી દેશે. જેથી તેઓ આ મામલો શાંત પડતા ઘરે જતા રહ્યા હતા. ત્યાંથી દાણીલીમડા પોલીસસ્ટેશનમાં જતા ઇસનપુર પોલીસની હદ લાગતી હોવાથી તેઓ ઇસનપુર ગયા હતા.

ઇસનપુર પોલીસે આ મામલે નવાબખાન પરિવારના શરીફખાન,  બાબા ખાન અને મહેબૂબ ખાન સામે આઇપીસી 294(b),506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે નવાબ બિલ્ડરના પરિવારના સભ્યો સામે અકસ્માત, મારામારી, જુગાર કેસ સહિતના અનેક કેસ મણિનગર, ઇસનપુર અને દાણીલીમડા પોલીસસ્ટેશનમાં અગાઉ નોંધાઈ ચુક્યા છે.

આ પણ વાંચો :  સુરત : Remdesivirની કાળા બજારીમાં મોટો ઘટસ્ફોટ, 'મારા પિતરાઈએ મને ઇન્જેક્શન આપ્યા હતા, મને કોઈ જાણકારી નથી'
Published by:Jay Mishra
First published:July 26, 2020, 08:19 am

ટૉપ ન્યૂઝ