નારોલનાં ભેદી બ્લાસ્ટમાં કામ કરાવનાર સામે નોંધાઇ ફરિયાદ, બે મહિના પહેલા પણ થયો હતો ધડાકો

News18 Gujarati
Updated: June 22, 2019, 11:52 AM IST
નારોલનાં ભેદી બ્લાસ્ટમાં કામ કરાવનાર સામે નોંધાઇ ફરિયાદ, બે મહિના પહેલા પણ થયો હતો ધડાકો
ઘટના સ્થળની તસવીર

એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધાયો છે. ઇસનપુર પોલીસે એટ્રોસિટી અને આઈપીસી 304 મુજબ ગુનો નોંધ્યો છે. ભેદી બ્લાસ્ટ અંગે પોલીસ હજુ સુધી કંશુ શોધી શકી નથી.

માલિક જાણતો હતો ભેદી ગેસ અંગે

પોલીસે આ અંગે પર ખાડા ખોદાવતા એફએસએલએ સેમ્પલ લીધા છે. નોંધનીય છે કે બે મહિના પહેલા પણ એક મજુરને ગેસ નિકળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે વખતે પોલીસે કે ફાયરને જાણ ન કરી અને મામલો જમીન માલિક અશ્વિને દબાવી દીધો હતો. અંદર કોઇ ભેદી ગેસ હોવાની જાણ હોવા છતાં અશ્વિને બે મજૂરોને ખોદકામ માટે મોકલ્યા અને આ ઘટના બની, છતાં ઉચ્ચ અધિકારીઓ તેને બચાવવામાં લાગી ગયા છે.

આ પણ વાંચો :  સુરત : પહેલા માળથી નીચે પડતા 5 વર્ષની બાળકીનાં પેટમાં આરપાર થયો 10 ફૂટનો સળિયો

નારોલ પટેલ એસ્ટેટમાં ભાડાના શેડમાં ચાલતી કેમિકલ ફેક્ટરી અને મંડપ સર્વિસના ગોડાઉનની વચ્ચે સાંકડી ગલી છે. ગુરુવારે મજૂર કાળુ ડામોર અને આશિષ પારગી આ ગલીમાં કોદાળી અને પાવડો લઇ ખોદકામ કરતા હતાં. જે બાદ તેમણે બ્લાસ્ટમાં કાળુ અને આશિષે જીવ ગુમાવ્યા હતા.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ખાળકુવાના ગેસનો હોવાનુ ગળે ઉતરે તેમ નથી. આ બ્લાસ્ટ પાછળ કોઇ મોટુ કેમિકલ કૌભાંડ હોઇ શકે છે આ વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ અનેક ગેરકાયદે ટેન્કરો બહારથી લાવી ઠાલવવામાં આવે છે. કેમિકલ ફેકટરીમાં પણ યોગ્ય તપાસ થશે તો બ્લાસ્ટનું કારણ બહાર આવી શકે છે.
Loading...

બે મહિના પહેલા પણ થયો હતો બ્લાસ્ટ

લખાવેલી ફરિયાદ પ્રમાણે માલિક અશ્વિન સોમાભાઇ પટેલને ખબર હતી કે, બે મહિના પહેલા આ જ જગ્યા પર ગોવિંદ નામના કારીગરે કોદાળી મારી હતી અને તેમાંથી ગેસ નિકળતા તેને મોઢા પર પથ્થરો વાગ્યાં હતાં. તેને ગંભીર ઇજાઓ પણ થઇ હતી. આમ અશ્વિન જાણતો હોવા છતાં તેણે કાળુ અને આશિષને જગ્યા પર કોઇ સુરક્ષાના સાધનો આપ્યા વગર ખોદકામ માટે મોકલ્યા અને તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલીસે ગોવિંદનુ નિવેદન લીધુ છતાં અશ્વિન પર સ્થાનિક ઉચ્ચ અધિકારઓના હાથ હોવાની ચર્ચાઓ થવા લાગી છે.
First published: June 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...