એપ્રિલથી સપ્ટેમ્બર-2019ના પ્રથમ કવાર્ટરમાં રાજ્યમાં 24012 કરોડ રુપિયાનું વિદેશી મૂડીરોકાણ

News18 Gujarati
Updated: January 1, 2020, 8:12 PM IST
એપ્રિલથી સપ્ટેમ્બર-2019ના પ્રથમ કવાર્ટરમાં રાજ્યમાં 24012 કરોડ રુપિયાનું વિદેશી મૂડીરોકાણ
એપ્રિલથી સપ્ટેમ્બર-2019ના પ્રથમ કવાર્ટરમાં રાજ્યમાં 24012 કરોડ રુપિયાનું વિદેશી મૂડીરોકાણ

2018-19 ના સમગ્ર વર્ષ કરતાં નાણાકીય વર્ષ 2019-20 ના પ્રથમ 6 મહિના માં જ ગુજરાતે બમણું એફ ડી આઈ મેળવ્યું

  • Share this:
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2019-20ના પ્રથમ 6 માસ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રુપિયા 24 હજાર 12 કરોડનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એફ.ડી.આઇ મેળવ્યું છે. આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં 2018-19ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા 12618 કરોડ રુપિયાના મૂડીરોકાણ કરતાં બે ગણું એફ.ડી.આઇ છે.

ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ આ એફ.ડી.આઇ.માં વધારો થયો છે. ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઊદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા વિજય રૂપાણીના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો - રાજ્યના સરકારી કર્મચારીને નવા વર્ષની ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

એટલું જ નહિ, ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે. ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ એફ.ડી.આઇ.ને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે.

રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા 2574 મોટા ઊદ્યોગોમાંથી 735 મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે અને એપ્રિલ-2000થી સપ્ટેમ્બર-2019ના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. 1 લાખ 41 હજાર 161 કરોડના રોકાણો મેળવીને ગુજરાતની ગૌરવ ગાથામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
First published: January 1, 2020, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading