Home /News /gujarat /Abu Road Accident: આબુ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 6 લોકોના મોત
Abu Road Accident: આબુ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 6 લોકોના મોત
આ તમામ મૃતકો બાલી જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ કુલ ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા પરંતુ સારવાર પહેલા જ આ બંને લોકોના પણ પ્રાણ પંખુરૂં ઉડી ગયા હતા.
બનાસકાંઠા: આબુ રોડના રિકો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માવલમાં બુધવારે સાંજે એક ટ્રક અને કારની ટક્કર થઈ હતી, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, માવલ કટ પર એક ઝડપી ટ્રકે એક કારને ટક્કર મારી હતી, જેમાં કારનો ખુરદો બોલાઇ ગયો હતો. કારમાં 6 લોકો સવાર હતા જે તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ કુલ ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા પરંતુ સારવાર પહેલા જ આ બંને લોકોના પણ પ્રાણ પંખુરૂં ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને એસએચઓ સુજાનારમા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. લોકોની ભારે ભીડ ઘટના સ્થળે ઉમટી પડી હતી.
આબુરોડના રીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ બાદ કારમાં સવાર લોકોમાં એક મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જેમાં 4 પુરૂષો, 1 મહિલા અને એક છોકરીના મોતની પુષ્ટી થઇ છે. અકસ્માત બાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢી, શબગૃહમાં રાખ્યા હતા. આ તમામ મૃતકો બાલી જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આ તમામ મૃતકો ગુજરાતના કાલોલના સિરોહી સરનેશ્વરના મેળામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર