ખેડૂતોને હવે દિવસે વીજળી અપાશે, રાજ્યના 17.25 લાખ ખેડૂતોને લાભ મળશે

News18 Gujarati
Updated: October 20, 2020, 10:52 PM IST
ખેડૂતોને હવે દિવસે વીજળી અપાશે, રાજ્યના 17.25 લાખ ખેડૂતોને લાભ મળશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વનો નિર્ણય

  • Share this:
ગાંધીનગર : ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે ખેડુત લક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે કિસાન સર્વોદય યોજના હેઠળ હવે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સર્વોદય યોજનાનો આરંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે. આ જાહેરાતને પગલે ખેડૂતોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ થઇ છે.

દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠો - ભારત સરકાર દ્વારા વર્ષ 2022 અંતિત 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે

જેમાં 100 ગીગાવોટ (1 લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા 75 ગીગાવોટ (75000 મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે. રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 3128 મેગાવોટ છે જે આગામી વર્ષોમાં 10750 મેગાવોટ કરવાનું આયોજન છે.

આ પણ વાંચો  - ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાને કોરોના, હોસ્પિટલમાં દાખલ

સામાન્ય રીતે સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજયમાં હાલ 17.25 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને 153 જૂથોમાં વહેંચીને 8400થી વધુ 11 કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આ જૂથોને 24 કલાકમાં મહત્તમ 8 કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો અને 24 કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમિયાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.ખેડૂતોને રાત્રી દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. એટલે છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે આજે પૂર્ણ થઈ છે. ખેતી માટે રાત્રી દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તો સોલાર પાવર કે જે ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે તે ખેડૂતોને આપી શકાય જેનાથી ખેડૂતોએ વેઠવી પડતી મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નવો અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે 2020-21ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઇની કરાઈ છે. ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા 520 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, રુપિયા 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220/ 132/ 66 કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
Published by: Ashish Goyal
First published: October 20, 2020, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading