નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓને લઈ ખેડૂતોનો આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે અને આવતીકાલે મંગળવારે ભારત બંધ (Bharat Bandh)નું એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન બીજેપી (BJP)એ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ કહ્યું છે કે ખેડૂત આંદોલનમાં વિપક્ષી પાર્ટીઓ પણ કૂદી પડી છે. તેઓ એક પછી એક ચૂંટણીઓ હારી રહ્યા છે. તેથી સરકારના વિરોધમાં ઊભા થઈ જાય છે અને પોતાના અતીતને ભૂલીને પોતે આપેલા વાયદા પણ ભૂલી જાય છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, કૉંગ્રેસ 2014ના મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે APMC એક્ટ ખતમ કરશે. 2014માં કૉંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં અંગ્રેજીમાં લખ્યું છે કે APMC એક્ટને Repeal કરશે અને હિન્દીમાં લખ્યું કે અમે આ કાયદામાં સંશોધન કરીશું, જે અમે કરી રહ્યા છીએ.
अरविंद केजरीवाल की सरकार ने 23 नवंबर 2020 को नए कानून(कृषि कानून) को नोटिफाई करके दिल्ली में लागू कर दिया है। इधर आप विरोध कर रहे हैं और उधर आप गजट निकाल रहे हैं: केंद्रीय मंत्री रविशंकर प्रसाद #FarmersProtestpic.twitter.com/5CgCqtFrRS
રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજકીય લોકો અમારા મંચ પર નહીં આવે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ વિપક્ષી પાર્ટીઓ કૂદી પડી છે, કારણ કે તેમને બીજેપી અને નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરવાની વધુ એક તક મળી રહી છે.
किसान आंदोलन के नेताओं ने साफ-साफ कहा है कि राजनीतिक लोग हमारे मंच पर नहीं आएं। हम उनकी इन भावनाओं का सम्मान करते हैं। लेकिन ये सभी कूद रहे हैं, क्योंकि इन्हें भाजपा और नरेन्द्र मोदी का विरोध करने का एक और मौका मिल रहा है: रविशंकर प्रसाद #FarmersProtesthttps://t.co/PkdgocXRTc
રવિશંકર પ્રસાદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોને આપેલા સમર્થન પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે ખેડૂતોને લઈને બેવડુ વલણ અપનાવ્યું હોવાનો તેમણે ગંભીર આરોપ મૂક્યો છે. પ્રસાદે કહ્યું કે, કેજરીવાલની સરકારે 23 નવેમ્બર 2020ના રોજ નવા કાયદા (કૃષિ કાયદા)ને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધા છે. બીજી તરફ તમે વિરોધ કરી રહ્યા છો અને બીજી તરફ તમે ગેઝેટ બહાર પાડી રહ્યા છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર