Home /News /gujarat /વરસાદ ખેંચાતાં ધરતીપુત્રોમાં ચિંતા, ઘાસચારાની પણ અછતના એંધાણ

વરસાદ ખેંચાતાં ધરતીપુત્રોમાં ચિંતા, ઘાસચારાની પણ અછતના એંધાણ

મઘ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં વરસાદ સતત ઘટતો જાય છે, ઓગષ્ટ મહિના સુઘી ખુબજ ઓછો વરસાદ નોંઘાતાx ધરતીપુત્રોમાં ચિંતા વઘી રહી છે, ખાસ કરીને આગામી સમયમાં ઘાસચારાની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે,

મઘ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં વરસાદ સતત ઘટતો જાય છે, ઓગષ્ટ મહિના સુઘી ખુબજ ઓછો વરસાદ નોંઘાતાx ધરતીપુત્રોમાં ચિંતા વઘી રહી છે, ખાસ કરીને આગામી સમયમાં ઘાસચારાની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે,

વડોદરા # મઘ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં વરસાદ સતત ઘટતો જાય છે, ઓગષ્ટ મહિના સુઘી ખુબજ ઓછો વરસાદ નોંઘાતાx ધરતીપુત્રોમાં ચિંતા વઘી રહી છે, ખાસ કરીને આગામી સમયમાં ઘાસચારાની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે,

વરસાદનાં લાબા વિરામે ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. મઘ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લામાં કપાસ, તુવેર, કઠોળ, ડાંગર, સહિતનાં પાકોનું વાવેતર કેટલાક ખેડુતોએ કરી દિધુ છે. તો કેટલાક ખેડૂતો મગના વાવેતર માટે ખેતરો તૈયાર કરી વાવણી લાયક બનાવી વરસાદની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ મેઘરાજાનાં વિરામે ખેડુતોમાં ચિંતા વઘી રહી છે.

જે વિસ્તારોમાં ખેતીના વીજ કનેકશન મળ્યા નથી. સાથે સિચાઇની વ્યવસ્થા નથી, ત્યારે ખેડૂતો કુવામાંથી ડિઝલ મશીન દ્વારા પાણીની વ્યવસ્થામાં લાગ્યા છે. આમ ખેડૂતો પોતાનો મહામુલો ખેતીનો પાક બચાવવા પાંણીની વ્યવસ્થા કરવા પોતાની રીતે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે.

આમ મધ્ય ગુજરાતમાં પણ વરસાદના વિલંબથી ખેડૂતોનો જીવ અધ્ધર કરી દીધો છે, ત્યારે ખેડૂતો કાગના ડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. જો આગામી પંદર દિવસમાં વરસાદ નહીં આવે તો પશુઓ માટે ઘાસચારાની અછતની ગંભીર સ્થિત સાથે ખેડૂતો પણ બેહાલ બને તેવી સ્થિતિ બની રહી છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, દુષ્કાળ, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन