Home /News /gujarat /જૂનાગઢઃબે વર્ષથી પાક નિષ્ફળ જતા પટેલ ખેડૂતનો આપઘાત

જૂનાગઢઃબે વર્ષથી પાક નિષ્ફળ જતા પટેલ ખેડૂતનો આપઘાત

જૂનાગઢઃ જૂનાગઢના ભેસાણના મેંદપરા ગામે બે વર્ષથી પાક નિષ્ફળ જતા પટેલ ખેડૂતો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢઃ જૂનાગઢના ભેસાણના મેંદપરા ગામે બે વર્ષથી પાક નિષ્ફળ જતા પટેલ ખેડૂતો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
જૂનાગઢઃ જૂનાગઢના ભેસાણના મેંદપરા ગામે બે વર્ષથી પાક નિષ્ફળ જતા પટેલ ખેડૂતો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

junagath kedut apgat1

ભેસાણના મેંદપરા ગામે રહેતા મનોજ માલવીયા(ઉ.વ.27) ખેતી કરી પરિવારનું ગુજરાતન ચલાવે છે. બે વર્ષથી ખેતીમાં પાક નિષ્ફળ જતા તેમની આર્થિક સ્થિતી કફોડી બની હતી. જેને લઇને આજે મનોજ માલવીયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પોતાની વાડીમાં જ ઝેર ગટગટાવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મનોજના હજુ લગ્ન થયા ન હતા અને પરિવારમાં માતા પિતા  ૨ ભાઈઓ હતા. જેમાં મોટો ભાઈ ભરત સુરત રહે છે અને એક બહેન પણ સાસરે છે. મૃતક મનોજ પોતાની ૧૨ વીઘાની વાડીમાં ખેતી કરતો હતો. છેલ્લા ૨ વર્ષથી તેનો પાક નિષ્ફળ જતો હતો અને દેવામાં આવી જતા તેણે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મનોજના પિતરાઈ ભાઈએ સઘળી હકીકત પોલી ને આપી હતી.
First published:

Tags: આપઘાત, ખેડૂત, ખેતી, ગુજરાત, રાજ્ય સરકાર, વરસાદ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन