કોરોના સંકટ પર ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકારે આપી આ છૂટ

ઉલ્લેખનીય છે કે જ્યૂટ ઉદ્યોગ મુખ્યરૂપે સરકારી ક્ષેત્ર પર નિર્ભર છે. અનાજના પેકિંજિંગ માટે સરકાર દર વર્ષે 6500 કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતની જ્યૂટની બોરીઓ ખરીદે છે. આમ એટલા માટે કરવામાં આવે છે કે જ્યૂટ ઉદ્યોગની માંગણીઓ સતત બની રહે અને તે સાથે જોડાયેલા કારીગરો અને ખેડૂતોને આજીવિકાનો સ્ત્રોત મળતા રહેશે.

કેટલાક દિવસ પહેલા કેટલાક રાજ્યોમાં ઘઉં, સરસો જેવા રવી પાકની કાપણી શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં તે વધશે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશમાં થયેલા 21 દિવસના લોક ડાઉનમાં પણ ખેતી સાથે જોડાયેલા પણ અનેક કામને કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કૃષિ સાથે જોડાયેલા કામ અને કૃષિ મશીનરીને લઈ જવાની પણ મંજૂરી સરકારે આપી છે. આ સિવાય સરકારે શાકભાજી બજાર અને ખરીદ એજન્સીઓને પણ લોકડાઉનમાં છૂટ આપી છે. તમને જણાવી દઈએ કે, રવી પાકની કાપણી હવે શરૂ થવાની છે. તેમાં સમસ્યા ન થાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  પાકની કાપણી શરૂ થવાના કારણે આપી મંજૂરી - કોરોના વાયરસ પર કાબુ માટે દેશવ્યાપી લોકડાઉનને કારણે ખેડૂતોને પોતાના રવી પાકની કાપણી કરવામાં અને માર્કેટયાર્ડ સુધી લઈ જવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક દિવસ પહેલા કેટલાક રાજ્યોમાં ઘઉં, સરસો જેવા રવી પાકની કાપણી શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં તે વધશે.

  સરકારે જાહેર કર્યો આદેશ - ગૃહ મંત્રાલય તરફથી આપેલા નિર્દેશો અનસાર, સરકારે કૃષિ શ્રમિકો, ઉર્વરકો, કીટ નાશક અને બીજ વિનિર્માણ અને પેકેજિંગ કરતા લોકોને પણ લોકડાઉનમાં છૂટ આપી છે.

  રાષ્ટ્રીય મધમાખી બોર્ડના કાર્યકારિણી સભ્ય દેવવ્રત શર્માએ કહ્યું કે, મધમાખી પાલક ખેડૂતોને પણ મધ ઉત્પાદન માટે મધમાખીની કોલોનિઓને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published: