Home /News /gujarat /સહાય ચુંકવવામાં અધિકારીઓની અવળચંડાઇ, ખેડૂતોને કહ્યું બિલ ખોટા છે

સહાય ચુંકવવામાં અધિકારીઓની અવળચંડાઇ, ખેડૂતોને કહ્યું બિલ ખોટા છે

પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થયુ હતુ.જેને લઈને રાજય સરકાર દ્વારા પોરબંદર જીલ્લાને રૂપિયા 12 કરોડ ફાળવવામા આવ્યા છે. જીલ્લામા હાલ 8 કરોડ જેટલુ વળતર ચુકવાઇ ગયુ છે.અને 4 કરોડનુ વળતર ચુકવવાનુ બાકી છે.ત્યારે ખેડુતોને ચુકવવામાં આવેલા વળતરમા અન્યાય થઈ રહ્યો હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થયુ હતુ.જેને લઈને રાજય સરકાર દ્વારા પોરબંદર જીલ્લાને રૂપિયા 12 કરોડ ફાળવવામા આવ્યા છે. જીલ્લામા હાલ 8 કરોડ જેટલુ વળતર ચુકવાઇ ગયુ છે.અને 4 કરોડનુ વળતર ચુકવવાનુ બાકી છે.ત્યારે ખેડુતોને ચુકવવામાં આવેલા વળતરમા અન્યાય થઈ રહ્યો હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.

વળતર મેળવવા માટે ખેડુતો દ્વારા કરાયેલી અરજીઓને ખેતીવાડી વિભાગ દ્વારા બિલ બોગસ હોવાનુ કહી અરજી નામંજુર કરવામાં આવી રહી છે.ત્યારે આ અંગે જ્યારે ખેતીવાડી અધિકારીને પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે ના મંજુર થયેલી અરજીઓમાં ખેડુત દ્વારા જે એગ્રો બિલ બીડાણ કરવામા આવ્યા છે તે એગ્રોને બિયારણ વેચવાની મંજુરી જ નથી.

bil

જેથી આવા એગ્રોના બીલ વાળી અરજીઓને નાં મંજુર કરવામાં આવી છે.હાલ ખેડુતોને પડ્યા પર જાણે કે પાટુ મારવામાં આવી રહ્યુ હોય તેવુ ખેડુતોને લાગી રહ્યુ છે. કારણ કે એક તો તેઓના પાક નીષ્ફળ ગયા છે બીજી તરફ સરકાર દ્વારા જે થોડુ ઘણુ વળતર મળી રહ્યુ છે તેમાં પણ અધિકારીઓ દ્વારા ખોટો બિલો સહિતના પ્રશ્નો ઉભા કરી ખેડુતોને હેરાન કરવામાં આવી રહ્યા છે.તેમ ખેડુતો જણાવી રહ્યા છે.

ખેડુતો દ્વારા એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે એક જ દુકાનેથી ખરીદેલ બીયારણમાં અમુક ખેડુતોના બિલ મંજુર કરવામાં આવ્યા છે જ્યારે અમુક ખેડુતોને બિલ ખોટા હોવાનુ જણાવી અરજી ના મંજુર કરવામાં આવી છે.ઉલેખ્ખનીય છે કે,આ પાક વળતરને લઈને આ પહેલા પણ કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ વળતરમાં ભાજપના લાગતા વળગતા ખેડુતોને જ વળતર મળ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા જો આ વળતરની ચુકવણીની કામગીરી અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવે શકે છે તેવુ ખેડુતો જણાવી રહ્યા છે.
First published:

Tags: આક્ષેપ, કમોસમી વરસાદ, ખેડૂતો, ખેતી, ભારે વરસાદ, વિરોધ, વિવાદ, સહાય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन