નવસારી : એક જ પરિવારનાં વહુ, સસરા અને દાદી સાસુને લાગ્યો કરંટ, ત્રણેયનાં મોત

નવસારી : એક જ પરિવારનાં વહુ, સસરા અને દાદી સાસુને લાગ્યો કરંટ, ત્રણેયનાં મોત
પ્રતિકાત્મક તસવીર

પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા.

 • Share this:
  નવસારી : શહેરમાં એક દુખદ ઘટના ઘટી છે. એક જ પરિવારનાં ત્રણ સભ્યોને કરંટ લાગતા મોત નીપજ્યાં છે. વરસાદની ઋતુમાં કરંટ લાગવાનાં અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે. પરિવારની વહુને કરંટ લાગ્યો તો તેને બચાવવા જતા સસરા અને સસરાને બચાવવા જતા દાદી સાસુને કરંટ લાગ્યો હતો. જેથી ત્રણેવનાં મોત નીપજ્યા છે. જેના કારણે પરિવાર સાથે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

  આ દુખદ અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં પટેલ પરિવારમાં આ બન્યું છે. પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો. જેથી એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા છે.  આ પણ વાંચો - પહેલીવાર અમદાવાદની રથયાત્રા બપોરે 2 કલાકે નિજ મંદિર પહોંચી જશે, જાણો તમામ આયોજન

  મૃતકોના નામ

  • લલીબેન રવજીભાઈ પટેલ (ઉંમર 80 વર્ષ)

  • બચુભાઇ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (ઉંમર 60 વર્ષ)

  • કલ્પનાબેન શૈલેષભાઇ પટેલ (ઉંમર 35 વર્ષ)


  આ પણ જુઓ - 

  આ ત્રણેવનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
  First published:June 17, 2020, 08:21 am

  टॉप स्टोरीज