નકલી સેનિટાઇઝર વિવાદ : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશ્નરે કર્યો ખુલાસો - ગુજરાતના માત્ર 14 સેમ્પલ ફેલ

News18 Gujarati
Updated: June 10, 2020, 9:14 PM IST
નકલી સેનિટાઇઝર વિવાદ : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશ્નરે કર્યો ખુલાસો - ગુજરાતના માત્ર 14 સેમ્પલ ફેલ
નકલી સેનિટાઇઝર વિવાદ : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશ્નરે કર્યો ખુલાસો - ગુજરાતના માત્ર 14 સેમ્પલ ફેલ

ગુજરાતમાં નકલી સેનિટાઇઝરના કિસ્સા બહાર આવ્યા

  • Share this:
ગાંધીનગર : વર્તમાન સમયમાં કોરોના વાયરસ સામે લડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ રાજ્યની સરકારી કચેરી હોય અથવા તો કોઈ પણ ખાનગી કચેરી હોય ત્યાં તમામ જગ્યા ઉપર
સેનિટાઇઝર સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યમાં બિલાડીના ટોપની જેમ અનેક વિવિધ કંપનીઓ દ્વારા આડેધડ
ઉત્પાદન શરૂ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝર મહત્વનું માધ્યમ ગણાવાયુ છે પરંતુ ગુજરાતમાં નકલી સેનિટાઇઝરના કિસ્સા બહાર આવ્યા છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ 350 જેટલા સેનિટાઈઝરના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 14 જેટલા સેમ્પલો રદ કરવામાં આવ્યા છે.

આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી અને લૉકડાઉન દરમિયાન સેનિટાઈઝરનું ઉત્પાદન અને વેચાણ વધ્યું છે. ત્યારે સેનિટાઈઝરની ગુણવત્તા ચકાસવા માટે લૉકડાઉન દરમિયાન 350થી વધારે સેમ્પલ લેવાયા હતા. આ પૈકી 14 સેમ્પલ ફેઈલ થયા છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 34 દર્દીના મોત

જેમના સેમ્પલ ફેઇલ થયા છે તેમની સામે કયા પ્રકારના પગલા લેવાશે તે મુદ્દે કોશિયાએ કહ્યું હતું કે જે ગુજરાતની જ પ્રોડક્ટ છે તેનો માલ
માર્કેટમાંથી વીડ્રો કરાશે તેમજ તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે. જો પ્રોડક્ટ અન્ય રાજ્યની હોય તો જે-તે રાજ્યમાં જે-તે સરકારને જાણ કરવામાં આવશે. સેનિટાઈઝરના માપદંડ વિશે એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે કેમિકલ દ્વારા જીવાણું મરી જાય તે માટે સેનિટાઈઝર હોય છે. જેમા 62થી 67 ટકા આઈસોપ્રોફાઈલ આલ્કોહોલ હોય છે.

માર્કેટની અંદર આવતાં સેનિટાઈઝર 4 કેટેગરીના છે. લૉકડાઉન થયા બાદ માર્કેટમાં સેનિટાઈઝર વેચવા માટે 60થી 70 નવી કંપની ગુજરાતમાં આવી છે. સરકારમાં પણ નકલી સેનિટાઈઝર સપ્લાય કરાયા હોઈ શકે છે કેમ કે નીરવ હેલ્થ કેર અનેક કંપનીમાં સેનિટાઈઝર સપ્લાય કરે છે. 14 ફેઇલ સેમ્પલ પૈકી 13 સેમ્પલ તો માત્ર નીરવ હેલ્થ કેરના જ છે.

સેનિટાઈઝર ફેઇલ થવાનું સૌથી મોટું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે નીરવ ફાર્માસ્યુટીકલમાંથી જે હેન્ડ સેનિટાઇઝર લેવામાં આવતા હતા જેમાં આલ્કોહોલનું પ્રમાણ ન હતું. જ્યારે સેનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવું જરૂરી અને ફરજીયાત છે. આમ, હલકી ગુણવત્તાના હેન્ડ સેનિટાઇઝર ગુજરાતના કોરોના યુદ્ધ દરમિયાન કોરોના સંક્રમણ વધારવાનું પણ એક કારણ હોય શકે છે.
First published: June 10, 2020, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading