Home /News /gujarat /દમણની હોટલમાં જુગાર રમાડવા કસીનોની પરમિશન મળી ગઇ! સત્ય જાણી પોલીસ પણ ચોંકી ગઇ

દમણની હોટલમાં જુગાર રમાડવા કસીનોની પરમિશન મળી ગઇ! સત્ય જાણી પોલીસ પણ ચોંકી ગઇ

દમણ પોલીસે રૂપિયાની કમાણીની લાલચે ફેક લેટર વાયરલ કરનારા  દિલ્હીના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડ્યો છે.

Daman News: વિજિલ સ્ક્રૂઝવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકનો પ્લાન હતો કે, આ પ્રકારની જાહેરાતથી તેની કંપનીમાં અચાનક લોકો મોટું રોકાણ કરશે અને ત્યાર બાદ કરોડોનું ફ્રોડ કરી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જશે.

  ભરતસિંહ વાઢેર, દમણ: સંઘ પ્રદેશ દમણની ડેલટીન હોટલમાં ગોવાની જેમ જ જુગાર રમાડવા કસીનોની પરસમિશન મળી ગઈ છે. આ પ્રકારના પરમિશનનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી  ગુજરાત સહીતના જુગારના શૌકીન લોકોમાં આનંદો  છવાયો હતો અને જે કંપનીને દમણમાં જુગાર રમાડવાની પરમિશન મળી હોવાની વાત વહેતી થઈ હતી એ વિજિલ સ્ક્રૂઝવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેરમાં રાતોરાત ઉછાળો પણ આવ્યો હતો. જોકે હવે દમણની ડેલ્ટીનમાં કસીનોની પરમીશન મળ્યાનો લેટર નકલી હોવાનો ખુલાશો થયો છે. દમણ પોલીસે આ નકલી મેસજ ફેલાવનારા 5 લોકોને ઝડપી લીધા છે. ત્યારે સરકારી વેબસાઈટ જેવી નકલી વેબસાઈટ બનાવી લોકોને ગુમરાહ કરવાનો શું મકસદ હતો તે જાણવા પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

  સંઘ પ્રદેશ દમણ પોતાના સુંદર દરિયા અને પ્રવાસન માટે સમગ્ર દેશમાં જાણીતો છે અને તેના જ કારણે દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નાનકડા પ્રદેશમાં મોજમસ્તી કરવા આવે છે. જોકે મોજ મસ્તીની સાથે જો કસીનો અને જુગારની વયસ્થા થાય તો દમણમાં પ્રવસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે. ગોવાની જેમ જ દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું અને એક સમય ગોવાના તાબે રહેલ દમણમાં પણ ગોવાની જેમ દરિયામાં ક્રુઝમાં કસીનો જુગાર ચાલુ થાય તેવી વાતો દમણમાં ફેલાતી રહી છે.

  જોકે આજ દિન સુધી દમણમાં આવા કોઈ કસીનો લાઇસન્સ સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. ત્યારે અચાનક દમણની ડેલ્ટીન હોટેલમાં કસીનોની પરમીશન મળી ગયા હોવાનો બોગસ લેટર થોડા દિવસ અગાઉ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દમણના ડેપ્યુટી ડાયરેક્ટર ટુરિઝમ વિભાગના નામે જણાવવામાં આવેલ કે, દમણ સ્થિત ડેલ્ટીન હોટેલમાં કસીનો રમાડવા માટેની પરમિશન મળી ગઇ છે. સરકારી અધિકારીના નામે ફરતા આ લેટરને જોઇ પ્રશાસન પણ ચોંકી ઉઠી હતી. જેને લઇ દમણ પોલીસે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ પ્રકારના કારનામા કરનારા 5 આરોપીઓની દમણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ આર્થિક ફાયદા સારૂ આ ફેક લેટર બનાવી વાયરલ કરતા પોલીસે દિલ્હી, મુંબઇ, સેલવાસ અને વાપીના આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડાયેલા 5 આરોપીઓ પાસેથી 11 મોબાઇલ અને અન્ય દસ્તાવેજો કબજે લઇ તેની ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રદેશ મહિલા મોરચાને મહત્ત્વની જવાબદારી સોંપાઇ

  દમણ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ લેટર લિંકડિન અને ટ્વિટર થકી વાયરલ કરાયો હતો. ત્યારબાદ અન્ય સોશ્યિલ મીડિયામાં શેર કરાયો હતો. જેમાં સેલવાસનો અન્શુમાલી પાંડે નામનો ઇસમ સામેલ હોવાનું બહાર આવતા પોલીસે તેને પકડી પાડતા વિજિલ કનેથરાએ તેને આ લેટર વોટ્સએપ ઉપર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિજિલ સ્ક્રૂઝવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકનો પ્લાન હતો કે, આ પ્રકારની જાહેરાતથી તેની કંપનીમાં અચાનક લોકો મોટું રોકાણ કરશે અને ત્યાર બાદ કરોડોનું ફ્રોડ કરી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જશે. જોકે દમણ પોલીસે વિજિલને દિલ્હીથી દબોચી લીધો હતો. વિજિલે પોલીસ સમક્ષ જણાવેલ કે વધુમાં વધુ લોકોને આ ફેક લેટર સેન્ડ કરવા તેણે અન્ય લોકોને કહ્યું હતું કે જેથી તેની પાસે ઇન્વેસ્ટર્સ આવે અને ખોટી રીતે તે રૂપિયાની કમાણી કરી શકે.

  આ પણ વાંચો: પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' અભિયાનનું લોન્ચિંગ કરાયું

  આ કૌભાંડમાં વિજિલ કંથારીયા, પવન ચૌધરી, ઉમેશ પંડયા, ઇકબાલ અહેમદ ખત્રી, દેવેન્દ્ર ગૌન્ડ ની ધરપકડ કરી છે. દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફેક લેટર દેવેન્દ્રકુમાર ગોંડએ તૈયાર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મુંબઇથી તેની પણ ધરપકડ કરાઇ હતી. લોકોને કસીનોની માહિતી સાચી લાગે તે માટે આરોપી દેવેન્દ્ર દ્વારા damannic.co.in નામથી એક વેબસાઇટ પણ તૈયાર કરાઇ હતી. જોકે સંઘપ્રદેશ પ્રશાસનની ઓરીજિનલ વેબસાઇટ daman.nic.in છે.

  દમણ પોલીસે રૂપિયાની કમાણીની લાલચે ફેક લેટર વાયરલ કરનારા  દિલ્હીના માસ્ટરમાઈન્ડ એવા મુખ્ય આરોપી વિગીલા કંથેરીયા દેશભરના લોકોને છેતરવાનાનો પ્લાન હતો. આરોપીઓ કસીનોની પરમિશન મળી ગયા હોવાના ફેક મેસેજ વાયરલ કરી વિજિલ પોતાની કંપનીના નામે ઇવેસ્ટરોને ચૂનો લાગવાનો પેંતરો હતો. જોકે દમણ પોલીસે સમયસર આતંરરાજ્ય છાપા મારી આ સમગ્ર કૌભાંડ થાય તે પહેલા જ આ કૌભાંડનો પર્દાફાશ કરી દેશભરના ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયા ડૂબતા અટકાવ્યા છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Casino, Daman news, Gambling place, દમણ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन