Home /News /gujarat /રાજ્યસભા ચૂંટણી: બીજેપીએ એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા

રાજ્યસભા ચૂંટણી: બીજેપીએ એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા

વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોર મંગળવારે રાજ્યસભા સીટ માટે ગાંધીનગરથી નામાંકન ભરશે

વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોર મંગળવારે રાજ્યસભા સીટ માટે ગાંધીનગરથી નામાંકન ભરશે

  બીજેપીએ રાજ્યની બંને ખાલી પડેલી રાજ્યસભા સીટ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોર મંગળવારે રાજ્યસભા સીટ માટે ગાંધીનગરથી નામાંકન ભરશે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભા સીટો પર આપવામાં આવેલા રાજીનામા બાદ ખાલી પડેલી સીટ પર એસ જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે. 5 જુલાઈના રોજ રાજ્યસભા માટે વોટિંગ થશે.

  સોમવારે વિદેશમંત્રી એસ જયશંકર ભાજપાના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. અનુભવી રાજનૈતિક અને પૂર્વ વિદેશ સચિવ જયશંકરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશી મંત્રી તરીકે પોતાની સરકારમાં સામેલ કર્યા છે.

  પીએમ મોદીના ભરોસાપાત્ર ડિપ્લોમેટ રહ્યા જયશંકર
  તેમણે 30 મેના રોજ અન્ય લોકો સાથે મંત્રી પદના શપથ લીધા હતા. તેમણે શપથ લેવાના 6 મહીનાની અંદર સંસદના કોઈ પણ સદનના સભ્ય બનવું પડશે. તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને મોદી 2.0 સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, જયશંકરે ચૂંટણી નથી લડી.

  આ પણ વાંચો - જુગલજી ઠાકોર ભાજપના રાજ્યસભાના ઉમેદવાર, કોણ છે જુગલજી?

  સરકાર માટે બનાવી ઉપયોગી નીતિઓ
  વિદેશ સચિવના પદ પર રહી તેમણે જે પ્રકારે વિદેશી મામલા પર સરકારની દિશા અને દશા નક્કી કરવાવાળી નીતિઓ બનાવી, તે સરકાર માટે ઘણી ઉપયોગી રહી. ચીન અને ભારત વચ્ચે સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. જેને જયશંકરે ખુબ સારી રીતે સંભળ્યા.

  દિલ્હીમાં જન્મેલા એસ જયશંકરે અહીં જ એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ સેન્ટ સ્ટીફન્સના પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. તેમના ભાઈ સંજય સુબ્રહ્મણ્યમ જાણીતા ઈતિહાસકાર છે. તેમના પરિવારમાં પત્ની સિવાય એક દીકરો અને એક દીકરી છે.
  Published by:user_1
  First published:

  विज्ञापन
  विज्ञापन