Explained: ચલણનો ખોટો મેમો મળ્યો હોય તો શું થઈ શકે? ચલણને લઈ મુંઝવતા તમામ પ્રશ્નોનો ઉકેલ

પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિક નિયમોના ભંગ કરનારને દંડની નોટિસ ફટકારવામાં આવે છે, તેને ચલણ કહેવામાં આવે છે. મોટર વ્હીકલ એકટ, 1988 હેઠળ આ કામગીરી કરવામાં આવે છે.

  • Share this:
ટ્રાફિકના નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા મેમો ફટકારવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષથી ટ્રાફિક નિયમ ભંગના દંડની રકમ મોટી થઈ જતા લોકો થોડા ગંભીર બન્યા છે. જોકે, ક્યારેક ખોટું ચલણ (memo) અપાઈ ગયું હોવાના પણ આક્ષેપ થતા હોય છે. ત્યારે અહીં મેમાને લઈ લોકોની મૂંઝવણ દૂર કરવા પ્રયાસ કર્યો છે.

ચલણ એટલે શું?
ટ્રાફિક નિયમોના ભંગ કરનારને દંડની નોટિસ ફટકારવામાં આવે છે, તેને ચલણ કહેવામાં આવે છે. મોટર વ્હીકલ એકટ, 1988 હેઠળ ( Motor Vehicle Act, 1988) આ કામગીરી કરવામાં આવે છે.

ચલણ આપવાની પદ્ધતિઓ કઇ છે?
અ) સ્થળ ઉપર જ: સ્થળ ઉપર લાગતાવળગતા પોલીસ અધિકારી દ્વારા ગુનાનો ભંગ કરનારને ચલણ અપાય છે.
બ) ઈ ચલણ: ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય, ત્યારે નોટિસ ઈલેક્ટ્રોનીકલી મોકલવામાં આવે છે. નો પાર્કિંગમાં પાર્ક કરવું, નિર્ધારિત કરતા વધુ ઝડપે વાહન ચલાવવું, રેડ લાઈટ હોય ત્યારે પણ નીકળી જવું જેવા નિયમોનો ભંગની ઘટના ડિજિટલ કેમેરમાં ઝડપાઇ જાય, ત્યારે આ પ્રકારનું ચલણ આપવામાં આવે છે.

ઈ ચલણ શું છે?
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા રેગ્યુલર ચલણનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઈ ચલણ. ઈ ચલણ માટે તમે ઓનલાઈન અને ઓફલાઇન દંડ ભરી શકો છો.

ચલણ કોણ આપી શકે?
હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઊંચા પદના ટ્રાફિક પોલીસ અધિકારી ચલણ આપી શકે. સામાન્ય પોલીસ અધિકારી ના આપી શકે.

આ પણ વાંચોઃ-એકબીજાની સહમતીથી કેવી રીતે છૂટાછેડા મેળવવા? જાણો કાયદાકીય પ્રક્રિયા

ચલણ ઓનલાઈન કેવી રીતે ભરી શકાય?

તમારા રાજ્ય મુજબ નીચે આપેલી લિંકને અનુસારો.
https://www.acko.com/how-to-pay-traffic-fines-via-e-challan-in-delhi

ઈ ચલણને કેટલા દિવસમાં ભરવાનું પડે?
ઈ ચલણ ભરવા માટે વધુમાં વધુ 60 દિવસનો સમય આપવામાં આવે છે. જે ભરવામાં ના આવે તો કોર્ટમાં મામલો જાય છે. જ્યાં પેયમેન્ટ અથવા સેટલમેન્ટ થાય છે.

આ પણ વાંચોઃ-Explained: સાત પ્રશ્નોના જવાબમાં જાણો મેટરનીટી બેનિફિટનો કાયદો, કોણ લઈ શકે લાભ?

જો વાહન જપ્ત કરાયું હોય તો કેવી રીતે ચલણ ભરવું?
સ્થળ પર જ ચલણ અપાયું હોવાના કિસ્સામાં નિયમનો ભંગ કરનારના મોબાઈલ નંબર ઉપર મેસેજ થશે. ઈ ચલણના કિસ્સામાં જે મોબાઈલ નોંધાયો હશે તેમાં મેસેજ જશે. કોર્ટનું એડ્રેસ તેમજ કઈ તારીખે અને સમયે મેજિસ્ટ્રેટ સામે હાજર થવાનું રહેશે તે પણ તેમાં દર્શાવ્યું હશે.

ચલણને ચેલેન્જ!
જો તમે સ્થળ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હોવ તો 15 દિવસની અંદર દરેક ડોક્યુમેન્ટ દીઠ રૂ.100 કેન્સલ કરાવી શકો છો.

આ પણ વાંચોઃ-Explained: વળતર એ ગ્રાહકનો અધિકાર, ગ્રાહક અધિકાર વિશે જાણો મહત્વની માહિતી

ખોટું ઈ ચલણ મળ્યું છે?
સ્પીડ કેમેરાની એરર અથવા ભળતી કાર સમજી તમને ચલણ ફટકારી દીધું હોય તેવા કિસ્સામાં વાહનના ચાલક પોતાના ચલણ નંબરને મેઈલમાં સેન્ડ કરી વેરિફિકેશન કરાવી શકાય છે.

દંડની રકમ કઈ રીતે ઓછી કરાવશો?
લોકઅદાલતમાં મામલાનું સમાધાન લાવવા માટે નિયમ ભંગ કરનાર અરજી કરી દંડની રકમ ઘટાડવા માંગ કરી શકે છે.

શું દંડની રકમ ભરવા માટે કોઈ રસ્તામાં રોકી શકે?
ટ્રાફિક પોલીસને તમારી પાસેથી દંડ વસુલવાનો કોઈ હક નથી. તમે તેમની સમક્ષ દંડ ભરી શકો છો પરંતુ તેઓ ચલણ તાત્કાલિક ભરવા દબાણ ના કરી શકે.

ચલણ સમયસર ના ભરવાના પરિણામો
જો તમે ઈ ચલણ સમયસર ના ભર્યું હોય તે મામલો કોર્ટમાં જઈ શકે છે. જ્યાં વાહન માલિકને દંડ ભરવો પડશે. સ્થળ પર આપેલું ચલણ પણ જો 60 દિવસમાં ના ભરાય તો પણ તે બાબત કોર્ટમાં જઇ શકે.
Published by:ankit patel
First published: