Home /News /gujarat /Exclusive: આ કારણે ગુજરાત કોંગ્રેસ પીએમ મોદીની લહેર સામે ટકી ના શકી! રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
Exclusive: આ કારણે ગુજરાત કોંગ્રેસ પીએમ મોદીની લહેર સામે ટકી ના શકી! રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
ગુજરાત કોંગ્રેસની સત્ય શોધ કમિટીનો રિપોર્ટ
Gujarat Congress: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પાછળનું કારણ શું છે તે જાણવા માટે સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા હાર પાછળના જવાબદાર કારણો શોધવામાં આવ્યા તો તેમાં કેટલાક ચોંકાવનારી બાબતો સામે આવી છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની ટીમ બદલીને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ સત્ય શોધક કમિટીએ તૈયાર કરી દિલ્હી હાઈ કમાન્ડ સોંપ્યો છે. સત્ય શોધક કમિટીએ તૈયાર કરેલા રિપોર્ટમાં ચોકાવનારા તારણ અપાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી હાર પાછળ અનેક કારણ જવાબદાર મનાઈ રહ્યા છે. સત્ય શોધક કમિટીએ દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રિપોર્ટ તૈયાર કરી રજૂૃ કર્યો છે. પ્રદેશ પ્રમુખથી લઈ સ્થાનિક નેતાઓ ચૂંટણી હાર માટે જવાબદાર સાબિત થયા છે. તેમજ પ્રદેશ પ્રભારીથી લઈ સહપ્રભારી પણ શંકાના દાયરમા આવી ગયા છે
કોંગ્રેસના જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે કે, આગામી સમયમાં કોંગ્રસ પક્ષમાં મોટા ફેરફાર જોવા મળશે. સંગઠનના પ્રમુખથી લઈ તમામ હોદ્દેદારોને નિમણૂક રદ કરી નવી જાહેરાત કરાશે. તેમજ નવા ચહેરા સાથે પક્ષ મેદાનમાં ઉતારી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કોગ્રેસ પક્ષ દ્વારા કારમાં પરાજ્ય અંગે અહેવાલ તૈયાર કરવા સત્ય શોધક કમિટી એટલે કે એઆઈસીસી રચિત ફે્ક્ટ ફાઈડીંગ સમિતિ બનાવી હતી. સમિતિ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે.
ન્યુઝ 18 ગુજરાતીને મળેલી Exclusive માહિતી મુજબ, અહેવાલમાં અનેક મુદાઓ નોંધ કરાઈ છે. જે મુદા સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ રહ્યો હતો. આ સાથે ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ રહ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ હતો. ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ જવાબદાર ગણાવી તેમજ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કોંગ્રેસને નુકસાન થયુ છે. ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોચ્યા હતા. એઆઈસીસી દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી સામે આવી હતી. ચૂંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નીતિ સામે આવી હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયાજ ફંડ મળ્યું હતું.
ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય ન પહોચ્યુ તે ફરિયાદ થઈ છે. ઉમેદવારનો મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બૂથ સમિતિઓ માત્ર કાગળ પર રહી હતી.
કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહી છે. ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી હતી. એઆઈસીસી દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનુ પણ સામે આવ્યુ હતું.
ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ
AICC અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ
છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી નુકસાન#Gujarat#Congresspic.twitter.com/sG8Ib4R5bM
અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠકો યોજવામાં આવી હતી. ફેફ્ટ ફાઈડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. જેમા નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો સમાવેશ કરાયો હતો.