Home /News /gujarat /Gujarat Election 2022: અમદાવાદ શહેરમાં ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ સિવાય બધા કપાયા

Gujarat Election 2022: અમદાવાદ શહેરમાં ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ સિવાય બધા કપાયા

ગુજરાતમાં ભાજપે મેગા સીટીમાં નો રિપિટની થિયરી અપનાવી અનેક નવા ચહેરાને તક આપી.

Gujarat Assembly Election 2022, BJP Candidate List 2022: ગુજરાતમાં ભાજપે મેગા સીટીમાં નો રિપિટની થિયરી અપનાવી અનેક નવા ચહેરાને તક આપી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ સિવાયના તમામ સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપો નાખી નાખવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જોકે આ વખતે મેગાસીટમાં ભાજપે નો રિપિટની થિયરી અપનાવી છે. અમદાવાદ-રાજકોટ સહિતના મોટા શહેરોમાં અનેક સિટિંગ ધારાસભ્યોના નામ કપાય ગયા છે.

    અમદાવાદની વાત કરીએ તો ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદિશ પંચાલ સિવાય શહેરની તમામ બેઠકો પર નો રિપિટની થિયરી અપનાવવામાં આવી છે.



    તમને જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

    આ પણ વાંચોઃ ફક્ત મહિલાઓ માટે! ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, 14 બેઠકો પર ચાલ્યો વુમન પાવર

    અમદાવાદની 10 બેઠકો પર બે ટર્મથી ભાજપે બદલ્યા નહોતા ઉમેદવારો


    અમદાવાદ શહેરની 16માંથી 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 2 ટર્મથી ઉમેદવારો બદલ્યા જ નથી. આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2012ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પછી બે વખત વર્ષ 2012 અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 16માંથી 10 સીટો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા.


    આ બેઠકો પર ભાજપને 2 ટર્મથી નહોતા બદલ્યા ઉમેદવારો


    છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નિકોલ, ઠક્કરનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, સાબરમતી અને જમાલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોને બદલ્યા નહોતા. એટલે કે ભાજપે આ બેઠકો પર છેલ્લી 2 ટર્મથી ઉમેદવારોને રિપીટ કર્યા હતા. જોકે, આ વખતે આ ચિત્ર બદલાઈ ગયું છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat BJP, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन
    विज्ञापन