ભારતનું શેરમાર્કેટ (Indian Stock Market) ખૂબ જ મોટું છે અને શેરબજાર (Share Bazar) માં પૈસા કમાવવા માટે તમારૂં સ્ટોક સિલેક્શન પરફેક્ટ હોવું જરૂરી છે. આ જ પ્રકારની એક કંપનીનું નામ છે અમારા રાજા બેટરીઝ. ઓટો એન્સિલરી કંપની અમારા રાજા બેટરીઝનો સ્ટોક (amara raja batteries stock) જાન્યુઆરી 2021માં રૂ. 1025 પર ટ્રેડ થતો હતો, પરંતુ બજારની મંદ ચાલમાં એપ્રિલ મહિનાના અંતભાગમાં તે ઘટીને લગભગ અડધો થઈ ગયો છે.
27 એપ્રિલ, 2022ના રોજ અમારા રાજા બેટરીઝનો શેર 1.50%ના ઘટાડે રૂ. 555.45 પર બંધ આવ્યો છે. ઈલેક્ટ્રિક વ્હિકલ સેગમેન્ટની લાઈમલાઈટ છતા આ સ્ટોક લાંબા સમયથી સતત ઘટી રહ્યો હોવાથી બજારના દિગ્ગજો તેના પર નજર રાખી રહ્યાં છે.
ન્યૂઝ18 સમૂહના મનીકંટ્રોલ પ્રોના પ્રોફિટ આઈડિયાઝમાં મનીકંટ્રોલ સાથે વાત કરતા નીતિન અગ્રવાલે જણાવ્યું કે તેઓ પણ લાંબા સમયથી તેને ટ્રેક કરી રહ્યા છે. વર્તમાન સ્તરે કંપની ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
નીતિન અગ્રવાલના મતે હવે કંપની સામે એકમાત્ર સમસ્યા છે અને તે છે કાચા માલના વધતા ભાવ. તેના કારણે કંપનીના EBITDA (વ્યાજ, કર, ઘસારો અને ઋણમુક્તિ પહેલાની આવક) માર્જિનને અસર થઈ રહી છે. FY22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 382 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યા છે. જોકે કંપની કાચા માલની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો અને બેકવર્ટ ઈન્ટીગ્રેશન જેવી બાબતો પર કામ કરી રહી છે.
કંપનીનું સ્ટેબલ પરફોર્મન્સ
કોરોના મહામારી બાદ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અગ્રવાલના મતે ઓટોમોટિવ સેગમેન્ટની માંગ મજબૂત છે અને તે તેના ત્રીજા ક્વાર્ટરના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. કંપનીએ 20.7 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢતા આ સેગમેન્ટ પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.
કંપનીએ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્ર માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કંપની 100 મેગાવોટ-કલાકનો લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ શરૂ કરી રહી છે. પહેલેથી જ ઈ-રિક્ષાની બેટરી લોન્ચ કરવામાં આવી છે અને ઓરિજિનલ ઉપકરણો ઉત્પાદકોને સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.
અગ્રવાલ માને છે કે ભાવમાં કરેક્શનથી કંપની જે પડકારોનો સામનો કરી રહી છે તે પહેલાથી જ દૂર થઈ ગઈ છે. હાલના તબક્કે આઉટલુક પોઝીટિવ છે. FY 2024 માટે અંદાજિત આવક વર્તમાન મૂલ્યાંકન સાથે લગભગ 10.8 ગણી થવાની શક્યતા છે. તેઓ માને છે કે હવે આ કંપનીમાં રોકાણ કરવાથી સ્ટોક રોકાણકારોને ખૂબ ઓછા રિસ્ક સાથે નોંધપાત્ર પોઝીટિવ રિટર્નની તક આપી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર