Home /News /gujarat /

Ex CM Vijay Rupani Birthday: ફ્રીમાં યોજાશે Medical Camp આ નંબર પર સંપર્ક કરો

Ex CM Vijay Rupani Birthday: ફ્રીમાં યોજાશે Medical Camp આ નંબર પર સંપર્ક કરો

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે યોજાશે ફ્રી મેડિકલ કેમ્પ

રોટરી મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે વિના મૂલ્યે દાંત ,પેઢા તથા જડબા ના તમામ રોગોની તપાસ તથા અત્યંત રાહત દરે બત્રીસી (ચોકઠા) બનાવી આપવામાં આવશે

    Rajkot: રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન (Rotary club of Rajkot Midtown)  27 વર્ષથી વિવિધ સેવા સમાજકલ્યાણના કાર્યો (Social welfare functions) માં કાર્યરત છે. ક્લબ દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-06, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે 18,000 સ્કે. ફૂટમાં ગુજરાતની સર્વ પ્રથમ એક અતિ આધુનિક ડાયાબિટીસને સમર્પિત રોટરી લલિતાલય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના નામાંકિત ડેન્ટલ સર્જન ડો. ભૂષણ કાલરીયા, ડો. રોનક મણિયાર, ડો. હર્ષ પીપળીયા, ડો. મીલી ભટ્ટ, ડો. ધરા ધોળકિયા, ડો. કૈરવી જીવરાજાની વગેરે અહી રોટરી લલિતાલય હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં નિયમિત સેવા આપી રહ્યા છે.

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ (Former Chief Minister Vijay Rupani's birthday) ના અનુસંધાનમાં આ સેન્ટરના ડેન્ટલ વિભાગ દ્વારા, રાજકોટ શહેરની જાહેર જનતા માટે ફ્રીમાં દાંત ,પેઢા તથા જડબાના તમામ રોગોની તપાસ માટેના કેમ્પનું આયોજન કરેલ છે, તથા અત્યંત રાહત દરે બત્રીસી (ચોકઠા) પણ બનાવી આપવામાં આવશે.

    કેમ્પના આયોજન ઉપરાંત રાજકોટ અંતર્ગત સરકારી સંસ્થાઓ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, માનસિક ક્ષતિવાળા બાળકો અને પુરૂષોનું ગૃહ, મનોદિવ્યાંગ બહેનોના ગૃહમાં વિધ્યાર્થી તેમજ વિધ્યાર્થીનીઓને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવશે.

    Rajkot: સંતાન ગુમાવનાર પિતાની પ્રેરક કહાણી: દીકરાની યાદમાં 300 ગરીબ બાળકોને લીધા દત્તક

    ડાયાબિટીસ તથા અન્ય રોગમાં પુરુષોમાં જાતિય રોગ તથા ઇન્દ્રિયની શિથિલતા (Erectile Dysfunction) થતી હોય છે. ઘણી વખત દર્દી આ તકલીફ વિશે શરમને કારણે ડોક્ટરને વાત કરી શકતા નથી. આ રોગ માટેની સારવારનું એક અદ્યતન સાધન ED 1000 સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ રોટરી લલીતાલય હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જે કોઈ દર્દીને આ સારવાર નો લાભ લેવો હોય તે રોટરી હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરી શકે છે.

    આ કેમ્પનું આયોજન: મંગળવાર, તા. 02/08/2022ના રોજ કરવામાં આવેલું છે. કેમ્પનું સ્થળ: રોટરી લલિતાલય હોસ્પિટલ, 06- ગીત ગુર્જરી સોસાઇટી, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ. ફોન: +919409330034 /+919409330035.

    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन