24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ, જામનગર શહેરમાં 7, જોડિયામાં 6 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 31, 2019, 2:10 PM IST
24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ, જામનગર શહેરમાં 7, જોડિયામાં 6 ઇંચ વરસાદ
ભારે વરસાદના કારણે મહુવા (સુરત)ના કોઝ વે પરથી પાણી ફરી વળ્યા હતા.

રાજ્યના તમામ જિલ્લામાં મેઘ મહેર, સરદાર સરોવરની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત માથે લો પ્રેશરમાં પરાવર્તિત થયું છે,જેના પગલે રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લામાં વસાદ નોંધાયો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જામનગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. જામનગર શહેરમાં ગઈકાલે સાંબેલાધાર 7 ઇંચ વરસાદ વરસી ગયો હતો, જ્યારે જામનગરના જોડિયામાં 6 ઇંચ તો જિલ્લાના ધ્રોલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ
આજે સવારે 6 વાગ્યા સુધીમાં કચ્છના માડંવીમાં 5.5 ઇંચ, કપરાડમાં 5 ઇંચ, ખંભાળીયામાં 4.5 ઇંચ, ઓલપાડમાં 4.5 ઇંચ, વાપીમાં 4, કામરેજમાં 4 ઇંચ વરસાદ થયો છે. જ્યારે વધઈમાં પોણા 4, માંગરોળમાં પોણા 4, સુરત શહેરમાં પોણા 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચના હાંસોટ,માં કચ્છના મુદ્રામાં, અબડાસામાં, સુરતના માંીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના ચોર્યાસી, સુરતના ઉંમરપાડામાં કચ્છના અંજારમાં 3 ઇંચ વરસાદ વર્યો હતો.

આ પણ વાંચો :  રાજ્યમાં ચોમાસું જામ્યું, 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

18 તાલુકામાં 2થી2.5 ઇંચ

મેઘરાજાએ 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓને તરબોળ કર્યા છે. દરિયાન રાજ્યના 18 તાલુકાઓમાં 24 કલાક દરમિયાન 2થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી, ગીરસોમનાથ, ભરૂચ, જૂનાગઢ, સુરત, વલસાડ, કચ્છ, ડાંગ, નવસારી, અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.આ પણ વાંચો :   સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો, ડેમની સપાટી 122.30 મીટરે પહોંચી

સવારે 6થી10 દરમિયાન અડધો થી 1.5 ઇંચ

સવારે 6થી 8 દરમિયાન રાજ્યના 85 તાલુકમાં વરસાદ થયો છે. રાજ્યના 4 તાલુકામાં સવારે 2 કલાકમાં અડધો થી 1.5 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે સતત મેઘ મહેર છે. જયારે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન વઘઈમાં 35 મિમી વરસાદ નોંધાયો છે.
First published: July 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading