Home /News /gujarat /

તસવીરોઃ સુરતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કિન્નરોએ વાહન ચાલકોને ગુલાબ આપી કરી અપીલ

તસવીરોઃ સુરતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કિન્નરોએ વાહન ચાલકોને ગુલાબ આપી કરી અપીલ

સુરતમાં કિન્નરોએ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિકની જાગૃતિ ફેલાય તે માટે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

સુરતમાં કિન્નરોએ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિકની જાગૃતિ ફેલાય તે માટે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

    સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું લોકો પાલન કરે તે માટે સુરતમાં કિન્નર સમાજ આગળ આવ્યો છે. સુરતમાં કિન્નરોએ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિકની જાગૃતિ ફેલાય તે માટે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. (કિર્તેશ પટેલ, સુરત)


    સરકારના મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો આવ્યા બાદ સરકાર સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે સમાજના લોકો અનેક કાર્યકર કરી રહ્યા છે. સુરતના દિલ્હીગેટ સર્કલ પાસે આજે કિન્નર સમાજનું એક ગ્રૂપ પહોંચ્યું હતું.


    આ ગ્રૃપ અનોખી રીતે ગુલાબ આપીને લોકોને સમજાવતા જોવા મળ્યા હતા. જે લોકો ટ્રાફિકના નિયમ તોડે છે તે વ્યક્તિને કિન્નરો દ્વારા પરિવારના બધા લોકો રાહ જુવે છે એમ કહીને ટ્રાફિકના નિયમો પાળવા માટે અપીલ કરી હતી.


    કિન્નરોએ તમે ટ્રાફિક તોડીને તમારી જીવના જોખમે આવી રીતે બાઈક ના ચલાવો, સીટ બેલ્ટ બાંધ્યો, હેલ્મેટ પહેરો, પીયુસી, વીમો, લાઇસન્સ જેવા વગેરે ડોક્યુમેન્ટ સાથે રાખો.આ સરકારના નવા નિયમોનું પાલન કરો તેઓ સંદેશો આપવામાં આવ્યો હતો.


    કિન્નર સમાજની આ પહેલાને લોકોએ બિરદાવી હતી. અને લોકોને પણ પોતાની ફરજ બજાવવી જોઇએ.


    ટ્રાફિક નિયમ તોડનાર વાહન ચાલકને ગુલાબનું ફૂલ આપતા કિન્નરોની તસવીર
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર