Home /News /gujarat /

ઇથોપિયા પ્લેન ક્રેશ: મૂળ ગુજરાતી પરિવારનાં 6 વ્યક્તિનાં મોત

ઇથોપિયા પ્લેન ક્રેશ: મૂળ ગુજરાતી પરિવારનાં 6 વ્યક્તિનાં મોત

પ્લેન ક્રેશમાં મોતને ભેટેલો દિક્ષિત પરિવાર જેમાં ડાબેથી કોષા વૈ્દ્ય પતિ પ્રેરિત વૈદ્ય અને દીકરીઓ આશ્કા અને અનુષ્કા

ગઈ કાલે ઇથોપિયા એરલાઇન્સનું બોઇંગ મેક્સ 737 પ્લેન ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ 157 યાત્રીના મૃત્યુ થયા હતા.

  ન્યૂઝ 18 ગુજરાતી: ઇથોપિયામાં ગઈ કાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલા પ્લેનમાં મરનાર ભારતીયોમાં 6 ગુજરાતીઓ હોવાની વિગતો બહાર આવી છે. ઇથોપિયન એરલાઇનનું નવુ નક્કોર વિમાન જેવું આકાશમાં ઉડ્યું કે તુરંત જ ધડાકાભેર તુટી ગયું હતું, જેમાં સવાર તમામ 157 લોકોના મૃત્યુ થયા હતા. મરનાર વ્યક્તિઓમાં મૂળ ગુજરાતી મૂળના કેનેડાના વૈદ્ય પરિવારનો સમાવેશ થાય છે.

  પ્રાપ્ત વિગતો મુજબ, આ દુર્ઘટનામાં વડોદરાના મૂળ વતની પન્નાગભાઈ વૈદ્ય, પત્ની હંસિની બહેન, તેમની પૂત્રી કોશા, જમાઈ પ્રેરક, અને તેમની બે પૂત્રીઓ આશ્કા અને અનુશ્કાના મૃત્ય થયા હતા. તેઓ કેનેડાથી કેન્યા ફરવા માટે ગયા હતા જ્યાં વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતા તેમના મૃત્યુ થયા હતા.

  અમદાવાદના નિવાસી પન્નગેશ વૈદ્ય, તેમના પત્ની હંસિની બહેન વૈદ્યનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.


  સૂરતમાં રહેતા પ્રેરિત દિક્ષીતના માતાપિતાવિરેન્દ્ર દિક્ષિત અને પરિન્દા બહેન દિક્ષીતે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. મૃતક પ્રેરિત દીક્ષિતના માતાપિતાએ જણાવ્યું હતું કે કાલે બપોરે 3.30 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નહીં થાય ત્યાં સુધી અમને જણાવાયું છે કે કોઈ પણ મુસાફરની ડેડ બોડી નહીં મળે. આ પ્લેન ક્રેશ થયું તેમાં અમારો દીકરો પ્રેરિત, પૂત્રવધુ કોશા, પૌત્રીઓ આશ્કા, અને અનુશ્કાનો સમાવેશ થાય છે. તેઓ અમારા વૈવાઈના સ્વજનો મોમ્બાસાથી ભારત પરત જઈ રહ્યાં હતા તેથી તેમને મળવા માટે ગયા હતા ત્યાં આ અકસ્માત થયા હતા.

  તસવીરમાં મૂળ સૂરતના અને ટોરેન્ટોના વતની પ્રેરિત દિક્ષિત, તેમના પત્ની અમદાવાદના વતની કોષા વૈદ્ય અને પૂત્રીઓ આશ્કા અને અનુશ્કા જેમનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.


  મૃતદેહની ઓળખ શક્ય નથી
  પ્રેરિત દિક્ષિતના માતાએ જણાવ્યું, “ અમને માહિતી મળી છે કે સરકારે જ્યાં સુધી ડેડ બોડીની ઓળખ ન થાય ત્યાં સુધી ડેડ બોડી નહીં મળી શકે, અને પ્લેન ક્રેશ થયું ત્યાં કોઈને જવા દેવાના નથી. સરકારે જણાવ્યું છે કે ડેડ બોડી મળી શકે તેવી શક્યતા નથી. અમારી પાસે કેનેડાના વિઝા છે, તેથી અમે કેનેડા જઈને દીકરાના ઘરની માહિતી મેળવી હતી. અમારો મોટો દીકરો ઑસ્ટ્રેલિયા રહે છે, તે કેનેડા જવા રવાના થઈ ગયો છે, અને અમને કેનેડા જવાનું વિચારી રહ્યાં છીએ.”

  સરકારની મદદ માંગી નથી
  વિરેન્દ્ર દિક્ષિતે જણાવ્યું કે અમે સરકારની મદદ માંગી નથી કે સરકારે અમને મદદની જાણ પણ કરી નથી. હાલમાં આફ્રિકાની સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ડેડ બોડીની ઓળખ શક્ય જ નથી એટલે અમે એ રાહ જોઈ રહ્યાં છીએ કે કેવી રીતે તેમના મૃચદેહો મેળવી શકાય જો નહીં મળે તો પછી આગળ શું કરવું વિચારીશું. પ્રેરિત છેલ્લા 18 વર્ષથી તે ટોરેન્ટોમાં રહેતા હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: PLANE CRASH, ગુજરાતી, મોત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन