Home /News /gujarat /EPFO: PF ખાતાને આધાર સાથે નથી કર્યુ લિંક? તો જાણો આ સરળ પ્રોસેસ

EPFO: PF ખાતાને આધાર સાથે નથી કર્યુ લિંક? તો જાણો આ સરળ પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને ઇપીએફ (EPF) ખાતાધારકો માટે મોટી રાહત આપી છે.

    એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને ઇપીએફ (EPF) ખાતાધારકો માટે મોટી રાહત આપી છે. ઇપીએફઓએ આધાર નંબરની સાથે પીએફ એકાઉન્ટ અને યુનિવર્સલ એકાઉન્ટ (UAN) નંબરને લિંક કરવાની સમય મર્યાદાને 3 મહિના સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇપીએફઓએ આધાર યુએએન લિંકિંગની સમય સીમા 1 જૂન નક્કી કરી હતી. તો હવે તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને પીએફ ખાતાને આધાર સાથે લિંક કરી શકો છો.

    જાણો શા માટે જરૂરી છે પીએફ ખાતાને આધાર સાથે લિંક કરવું?

    સામાજીક સુરક્ષા સંહિતાની કલમ 142 અંતર્ગત પીએફ ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમારું આધાર તમારા યુએએન સાથે લિંક નહીં હોય તો તમને નોકરી આપનાર તમારા ઇપીએફ ખાતામાં માસિક પીએફ યોગદાન જમા નહીં કરી શકે. આ સિવાય જ્યાં સુધી લિંકિંગ નહીં થઇ જાય ત્યાં સુધી તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહી.

    EPF એકાઉન્ટને આધાર સાથે આ રીતે કરો લિન્ક

    -સૌથી પહેલા EPFOની વેબસાઇટ પર જાઓ.
    -આ માટે આ લિંક પર ક્લિક કરો, https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
    -ત્યાર બાદ તમારો UAN અને પાસવર્ડ એન્ટર કરીને લોગીન કરો.
    -હવે Manage સેક્શનમાં KYC વિકલ્પ પર ક્લિક કરો.
    -હવે તમારી સામે ઇપીએફ એકાઉન્ટની સાથે આધારને લિંક કરવા માટે ઘણા ડોક્યુમેન્ટ હશે.
    -તમે આધાર વિકલ્પ પસંદ કરો. તમારા આધાર નંબર અને આધાર કાર્ડ પર રજીસ્ટર નામ ટાઇપ કરો અને Service પર ક્લિક કરો.
    -ત્યાર બાદ તમારા દ્વારા અપાયેલ જાણકારી સુરક્ષિત થઇ જશે અને તમારું આધાર UIDAI ડેટા સાથે વેરિફાઇ થઇ જશે.
    -તમારા KYC દસ્તાવેજ સાચા હશે તો તમારું આધાર તમારા ઇપીએફ એકાઉન્ટ સાથે લિન્ક થઇ જશે અને તમને આધાર જાણકારીની સામે Verify લખેલું દેખાશે.

    ઓફલાઇન પ્રોસેસ

    -Aadhaar Seeding Application ફોર્મ ભરો
    -માંગવામાં આવેલ તમામ જાણકારીઓ સાથે ફોર્મમાં તમારા UAN અને આધાર નાખો.
    -ફોર્મ સાથે તમારા યુએએન, પાન અને આધારની સેલ્ફ એટેસ્ટેડ કોપી એટેચ કરો.
    -તેને ઇપીએફઓ અથવા કોમન સર્વિસ સેન્ટર આઉટલેટની કોઇ પણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યૂટીવની પાસે જમા કરો.
    -પ્રોપર વેરિફિકેશન બાદ તમારું આધાર તમારા ઇપીએફ એકાઉન્ટ સાથે જોડાઇ જશે.
    -તેને સંબંધિત એક મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
    First published:

    Tags: Adhaar Card Link, EPF Account, Epfo, PAN