Home /News /gujarat /

Gujarat Monkeypox : સાવધાન! ગુજરાતમાં મંકીપોક્સની એન્ટ્રી, દર્દી જામનગરની હોસ્પિટલમાં દાખલ

Gujarat Monkeypox : સાવધાન! ગુજરાતમાં મંકીપોક્સની એન્ટ્રી, દર્દી જામનગરની હોસ્પિટલમાં દાખલ

ગુજરાતમાં મંકીપોક્સ

Gujarat Monkeypox : દેશમાં મંકીપોક્સના વધતા કેસો વચ્ચે, કેન્દ્રએ ગુરુવારે આ રોગનો સામનો કરવા માટેની માર્ગદર્શિકા પર પુનર્વિચાર કરવા માટે ટોચના આરોગ્ય નિષ્ણાતોની બેઠક બોલાવી હતી. દેશમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં નવ કેસ નોંધાયા છે, જેમાંથી એક દર્દીનું મોત થયું છે.

વધુ જુઓ ...
    Gujarat Monkeypox : ગુજરાતમાં પણ મંકિપોક્સની (Monkeypox) એન્ટ્રી થઇ ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે એક વ્યક્તિમાં મંકિપોક્સના(Monkeypox) લક્ષણો મળી આવ્યા છે. વ્યક્તિના શરીરમાંથી નમૂનાને તાપસ માટે મોકલવામાં આવ્યો છે.

    એમપી શાહ મેડિકલ કોલેજના ડિન નંદિની દેસાઈએ કહ્યું કે, જામનગર જિલ્લાના નાગના ગામના રહેવાશી 29 વર્ષીય વ્યક્તિને શહેરની જીજી હોસ્પિટલમાં એક અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ કોલેજ અને હોસ્પિટલ એક બીજા સાથે જોડાયેલા છે.

    દર્દીને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો

    દેસાઈએ જણાવ્યું હતું કે, “તેમને વધુ તાવના મંકીપોક્સના(Monkeypox) લક્ષણો દેખાતા હોવાથી, અમે ચકાસણી માટે તેના નમૂના અમદાવાદની લેબોરેટરીમાં મોકલ્યા છે. દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે."

    કેન્દ્રએ બોલાવી તાત્કાલિક બેઠક

    દેશમાં મંકીપોક્સના વધતા કેસો વચ્ચે, કેન્દ્રએ ગુરુવારે આ રોગનો સામનો કરવા માટેની માર્ગદર્શિકા પર પુનર્વિચાર કરવા માટે ટોચના આરોગ્ય નિષ્ણાતોની બેઠક બોલાવી હતી. દેશમાં મંકીપોક્સના(Monkeypox) અત્યાર સુધીમાં નવ કેસ નોંધાયા છે, જેમાંથી એક દર્દીનું મોત થયું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "હાલની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે આ એક ટેક્નિકલ બેઠક હતી."

    અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ મહત્વની સૂચનાઓ

    આ બેઠકની અધ્યક્ષતા ઇમરજન્સી મેડિકલ નિયામક ડૉ. એલ. સ્વસ્તિચરણ અને રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી "મંકીપોક્સ(Monkeypox) રોગ અંગેની માર્ગદર્શિકા" અનુસાર, જો કોઈ વ્યક્તિ છેલ્લા 21 દિવસમાં અસરગ્રસ્ત દેશોમાં પ્રવાસ કરે અને જો તેને લાલ ફોલ્લીઓ, લસિકા ગ્રંથીઓમાં સોજો, તાવ, માથાનો દુખાવો, શરીરના દુખાવા જેવા લક્ષણો હોય અને અતિશય નબળાઈ જોવામાં આવે તો તેને 'શંકાસ્પદ' ગણવામાં આવશે.

    આ પણ વાંચોઅમદાવાદ : AMC ની સરકારી સ્કૂલમાં રેકોર્ડ બ્રેક એડમિશન : 9500 વિધાર્થીઓએ ખાનગી શાળાને કર્યું ટાટા બાય-બાય

    WHO એ તાજેતરમાં મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું છે. મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલ ચેપ છે અને તેના લક્ષણો શીતળા જેવા જ છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોના લક્ષણો પર 21 દિવસ સુધી દેખરેખ રાખવી જોઈએ. તાવ આવે તો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જોઈએ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat News, Monkeypox

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन