Home /News /gujarat /ગુજરાતની પ્રથમ 1962ની ચૂંટણીનો પ્રચાર મુદ્દો અંગ્રેજીનો ભાષાનો હતો, ધારાસભ્યોનો 250 હતો પગાર
ગુજરાતની પ્રથમ 1962ની ચૂંટણીનો પ્રચાર મુદ્દો અંગ્રેજીનો ભાષાનો હતો, ધારાસભ્યોનો 250 હતો પગાર
ગુજરાતની પ્રથમ ચૂંટણીનો પ્રચાર મુદ્દો અંગ્રેજીનો ભાષાનો હતો
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ગણતરીના જ દિવસોમાં ચૂંટણી જાહેર થાય તેવી વાતો પણ સામે આવી છે. ત્યારે આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દોઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીવી તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. આ 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાની કિસ્મત અજમાવી રહી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતની પ્રથમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે લડાઇ હતી. વિધાનસભાની ચૂંટણી 19મી ફેબ્રુઆરી 1962 ના રોજ યોજાઈ હતી. આ સાથે જ, લોકસભાની ચૂંટણી 19 થી 25 તારીખે યોજાઈ હતી.
જણાવી દઈએ કે, એ સમયે લોકસભાની 494 બેઠકો હતી, જે પૈકી 361 બેઠકો સાથે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. આ ચૂંટણીઓ સમયે કેન્દ્રના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવતા હતા ત્યારે તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનો પ્રચાર એક સાથે કરતા હતા. આ સાથે જ, 1962માં ગુજરાતમાં વિધાનસભાની 154 અને લોકસભાની 22 બેઠકો હતી. આ સમયે ચૂંટણીમાં માત્ર 50 ટકા મતદાન નોંધાયું હતું, જોકે મજાની વાત એ છે કે, તે સમયે ચૂંટણીનો એક મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો.
તે હવે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે તે નહોતું. તે સમયે એવી ધારણા હતી કે, કોંગ્રેસ અંગ્રેજી ભાષાની વિરુદ્ધ છે, જે બાળકોના માતાપિતાને ચિંતા હતી. ઉમેદવારોઓ સમજાવવું પડ્યું હતું કે, કોંગ્રેસ 5માં ધોરણથી નહીં, પરંતુ ધોરણ 8થી અંગ્રેજીની હિમાયત છે. તે સમયે જ્યારે 25 લોકો ત્યાં એકઠા થયા હતા, આ બાદ સભા થઈ હતી. આને રાજકીય વિનય કહેવાય.
આજના ધારાસભ્ય એટલે જલસા!
આજે ગુજરાતમાં લોકોના પ્રતિનિધિઓને મોટો પગાર અને ભથ્થાંઓ મળી રહ્યા છે, 1962માં ધારાસભ્યોને માત્ર રૂપિયા 250 મહેનતાણું મળતું હતું. મોંઘવારી સાથે ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં પણ વધારો થયો છે. 18 ઓગસ્ટ 1962ના રોજ ગુજરાતની પ્રથમ વિધાનસભાની શરૂઆત થઈ ત્યારે તેના સભ્યોની સાદગી આશ્ચર્યજનક હતી. સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાદગીમાં માનતા સભ્યોને 150 રૂપિયાનો પગાર અને 100 રૂપિયાનું કલેક્શન એલાઉન્સ મહેનતાણું તરીકે મળતું હતું. 1965માં પહેલીવાર આ પગારમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આજે ગુજરાતના ધારાસભ્યોને 1.20 લાખ જેટલો માસિક પગાર અને ભથ્થાં મળી રહ્યાં છે. જો કે સૌથી વધુ 2.50 લાખનો માસિક પગાર તેલંગાણાના ધારાસભ્યો મેળવી રહ્યાં છે. દિલ્હીના ધારાસભ્યો પણ આ રાજ્યનું અનુકરણ કરી રહ્યાં છે અને હાલ 1.25 લાખ સુધી મહેનતાણું મેળવે છે. સૌથી ઓછો 17,500 ત્રિપુરાના ધારાસભ્યોનો સેલેરી છે.
જીવરાજ મહેતાની 14 સભ્યોની સરકાર
ગુજરાતમાં અત્યાર સુધી બનેલા મંત્રીમંડળમાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં સૌથી ઓછા મંત્રીઓ હતા. આ બંને મુખ્યમંત્રીઓએ માત્ર 14 સભ્યો સાથે શાસન કર્યું હતું, જ્યારે 45 સભ્યો સાથેનું સર્વોચ્ચ મંત્રીમંડળ ઝવિલદાસ મહેતાના સમયમાં હતું. એક સમયે માધવસિંહ સોલંકીએ જમ્બો કેબિનેટની રચના પણ કરી હતી, પરંતુ તેમની સરકાર લાંબો સમય ટકી ન હતી. અન્ય મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાએ પણ તેમના પ્રધાનમંડળનું કદ 15 સભ્યોનું રાખ્યું હતું. ધનશ્યામ ઓઝાની કેબિનેટમાં પણ મર્યાદિત સંખ્યામાં 18 સભ્યો હતા. 1985 બાદ, સરકારોને રાજ્યમાં મંત્રીમંડળની સંખ્યામાં વધારો કરવાની ફરજ પડી હતી. જ્ઞાતિ આધારિત ચૂંટણીઓમાં મંત્રીમંડળની રચનાના સમયથી જિલ્લા અને જ્ઞાતિનું વર્ચસ્વ શરૂ થયું હતું, જે આજે પણ ચાલુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર