Home /News /gujarat /T20 WORLDCUP: અહીં બદલાઈ ગઈ બાજી! પાક. બોલર્સે ચાર બોલમાં આપ્યા 18 રન અને રોળાયું સપનું

T20 WORLDCUP: અહીં બદલાઈ ગઈ બાજી! પાક. બોલર્સે ચાર બોલમાં આપ્યા 18 રન અને રોળાયું સપનું

ઈંગ્લેન્ડ ચેમ્પિયન

ENG CHAMPION: ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો.મેચમાં એક સમયે રસાકસી પણ થઈ ગઈ હતી. પણ 16મી ઓવરમાં બાજી સાવ બદલાઈ ગઈ હતી.

  PAK vs ENG T20 WC: આજે 2022 ના ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો. ઇંગ્લેન્ડે શરૂઆતમાં ઝડપથી વિકેટો ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં સિનિયર ખેલાડી બેન સ્ટોક્સની સમજદારીભરી રમતના કારણે ઈંગ્લેન્ડ આજે બીજો વર્લ્ડકપ જીત્યું છે. અગાઉ ઈંગ્લેન્ડની ટીમ 2010માં પણ ટી-20 વર્લ્ડકપ જીતી હતી. 

  બેન સ્ટોક્સની અર્ધી સદી

  આજે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઇનલમાં બેન સ્ટોક્સ જ્યારે મેદાન પર આવ્યો ત્યારે ટીમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી અને જેના કારણે ટીમને એક સ્થાયી ઇનિંગની જરૂર હતી જે બેન સ્ટોક્સ અને તેની સાથે જોડાયેલ મોઈન અલીએ એક સ્થિરતા અપાવતા ટિમને જીત સુધી લઈ જવામાં મોટો ફાળો આપ્યો હતો.  16 મી ઓવરમાં બદલાઈ મેચ

  મેચમાં એક સમયે રસાકસી પણ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે બેન સ્ટોક્સ ધીમી રમત રમી રહ્યો છે તેના કારણે બોલ અને રન્સ વચ્ચેનું અંતર વધી ગયું હતું.  પણ 16 મી ઓવરના છેલ્લા બે બોલમાં ચોગગો અને છગ્ગો આવ્યો હતો. અને 17 મી ઓવરમાં પહેલા બે બોલમાં જ ચોગ્ગા નોંધાયા હતા અને છેલ્લા બોલે પણ ચોગ્ગો જતાં મેચ ઈંગ્લેંન્ડની ઝોળીમાં પડી ગઈ હતી.

  T20 વર્લ્ડ કપની ફાઇનલ આજે લો સ્કોરિંગ હોવા છતા ભારે રોમાંચક રહી હતી. અગાઉ ઈંગ્લેન્ડની ટીમ 2010માં અને પાકિસ્તાનની ટીમ 2009માં ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી ચૂકી છે. આજે ફરી ઇતિહાસ રચાયો છે અને વેસ્ટ ઈન્ડિઝ બાદ ઈંગ્લેન્ડ બીજી વખત વર્લ્ડકપ જીતનારી બીજી ટીમ બની ગઈ છે.

  માટે  ખેલાડીઓ અને ચાહકો પણ આ મહામુકાબલો જોવા માટેઉતાવળા હતા. આજે એ દિવસ આવી ગયો છે જેમાં ખબર પડી જશે કે કોણ જીતશે ટુર્નામેંટ. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે એટલે કે 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે  છે.

  આજે પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાનનો મિનિ ધબડકો થયો હતો. ઓપનિંગ જોડી જલ્દી તૂટી હતી અને બીજી વિકેટ પણ ત્યાર બાદ જલ્દી પડી ગઈ હતી. પાકિસ્તાને સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને 20 ઓવર્સના અંતે 137 રનનો સ્કોર ટીમ કરી શકી હતી. ફાઇનલ જેવુ સ્ટેજ જોતાં આ સ્કોર ઘણો ઓછો કહી શકાય પરંતુ પાકિસ્તાનનાં બોલરો પર મોટી જવાબદારી કહેવાય. આટલો સ્કોર ડિફેન્ડ કરવો અને એ પણ ઈંગ્લેન્ડ જેવી લાંબી બેટિંગ લાઇન અપ સામે એ ચેલેંજિંગ કામ તો છે જ.

  સંયોગ

  યોગાનુયોગ, 1992 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ આ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. ઘણી રીતે તેની સરખામણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ વખતે કોણ જીતે છે તે જોવાનું રહેશે. આ મેચ પર વરસાદનો પણ ડર છે, પરંતુ જો મેચ ન થઈ શકે તો રિઝર્વ ડે હોવાથી ચાહકોને થોડી રાહત છે. જો બંને દિવસે વરસાદ પડે તો પછી દેશોને વિજેતા જાહેર કરવામાં આવશે એવા નિયમો રાખવામા આવ્યા છે.

  13 નવેમ્બર (રવિવાર) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર આ મહા મુકાબલા પર વિશ્વભરના ક્રિકેટ ફેન્સની નજર રહેશે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઇંગ્લેન્ડે ભારતીય ટીમને એક તરફી મેચમાં 10 વિકેટે હરાવ્યુ હતુ. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે.

  ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ

  ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. મેલબોર્નમાં રવિવારે વરસાદની 95 ટકા શક્યતા છે જેમાં 25 મિલી મીટર સુધી વરસાદ પડી શકે છે. સારી વાત આ છે કે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યથી રિઝર્વ ડેમાં પણ વરસાદની સંભાવના 95 ટકા છે અને પાંચથી 10 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. એવામાં જો વરસાદને કારણે રિઝર્વ ડેમાં પણ પરિણામ આવી શકતુ નથી તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

  મહત્વપૂર્ણ છે કે આઇસીસીના નિયમ અનુસાર ટી-20 વર્લ્ડકપની પ્લે ઓફ મેચમાં ડકવર્થ લુઇસ નિયમથી પરિણામ કાઢવા માટે 10-10 ઓવર રમવુ થવુ જરૂરી છે. જો વરસાદને કારણે રવિવાર 10-10 ઓવરની રમત પણ પુરી થઇ ના શકી તો જ્યાથી મેચ રોકાઇ હતી ત્યાથી રિઝર્વ ડેમાં શરૂ થશે. એક વખત ટોસ થઇ ગયો તો મેચ લાઇવ માનવામાં આવશે. જો રિઝર્વ ડેમાં મેચ જાય છે તો આ ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે સ્ટાર્ટ થઇ જશે.

  વરસાદથી ધોવાઇ ચાર મેચ

  વર્તમાન ટી-20 વર્લ્ડકપમાં વરસાદને કારણે ચાર મેચ ધોવાઇ ગઇ છે. 28 ઓક્ટોબરે આયરલેન્ડ-અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદને કારણે પરિણામ વગરની રહી હતી. આટલુ જ નહી ડકવર્થ લુઇસ સિસ્ટમ હેઠળ આયરલેન્ડે એક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. જો તે મેચમાં વરસાદ ના પડતો તો ઇંગ્લેન્ડ મુકાબલો જીતી ગયુ હોત.

  ટી-20 વર્લ્ડકપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડે 1-1 મેચ રમી છે જ્યા બન્નેએ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ ભારત સામે 4 વિકેટે હારી ગઇ હતી જ્યારે ઇંગ્લેન્ડને આયરલેન્ડે 5 રને હરાવ્યુ હતુ. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને વિશ્વનું બીજુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ગણવામાં આવે છે અને આ મેદાનમાં દર્શકોની ક્ષમતા એક લાખ છે.

  આ પણ વાંચો: રોહિત-રાહુલની જોડીએ કર્યા ફેન્સને નિરાશ, વર્લ્ડકપમાં પાર્ટનરશીપમાં 100 રન પણ નથી બનાવ્યા

  ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-ઈલેવન 

  PAK સામે ફાઈનલ માટે ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: એલેક્સ હેલ્સ, જોસ બટલર, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કેરેન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ અને માર્ક વૂડ  પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન

  ફાઈનલ મેચ માટે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ અને નસીમ શાહ
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन