ડિગ્રી એન્જિનિયરિંગમાં મોક રાઉન્ડ બાદ 16,532 બેઠકો ખાલી

અમદાવાદઃડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે યોજવામાં આવેલા મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 43,952 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. અને કુલ 16,532 બેઠકો હજી ખાલી રહી છે. વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ વર્ષે હોટ ફેવરિટ રહી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે યોજવામાં આવેલા મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 43,952 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. અને કુલ 16,532 બેઠકો હજી ખાલી રહી છે. વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ વર્ષે હોટ ફેવરિટ રહી છે.

એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (એસીપીસી) દ્વારા હાથ ધરવામાં આવેલી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની કાર્યવાહી હેઠળ પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાયા પછી કુલ 60,484 બેઠકો માટે તા.15થી તા.19 જૂન સુધીમાં યોજાયેલા મોક રાઉન્ડમાં 52,452 વિદ્યાર્થીઓએ કુલ21.28 લાખ ચોઇસ ભરી હતી.

વર્ષે મેરિટ રેન્કના પ્રથમ 1,000 વિદ્યાર્થીઓમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ હોટ ફેવરિટ રહી છે. ત્યારબાદ નિરમા યુનિ.,એમ. એસ. યુનિ., અંબાણી ઇન્સ્ટિટ્યૂટ, વિદ્યાનગરની બીવીએમ કોલેજ,પીડીપીયુ, નડીયાદની ડીડીઆઇટી, વિશ્વકર્મા કોલેજ પર વિદ્યાર્થીઓએ પસંદગી ઉતારી છે.

જ્યારે વર્ષે બ્રાન્ચમાં કમ્પ્યૂટર, મિકેનિકલ, સિવિલ એન્જિનિયરિંગ હોટ ફેવરિટ રહી છે. એસીપીસી દ્વારા તા.24 જૂને ફાઇનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવનાર છે. પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા રિ-ચેકિંગ અને રિ-એસેસમેન્ટનું પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો એસીપીસીને તા.24મી સુધીમાં પરિણામ મ‌ળી જશે તો તેનો ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ કરાશે.
First published: