Home /News /gujarat /Rajkot Municipal Corporation: રાજકોટની કોર્પોરેશન કચેરીમાં દારૂની પાર્ટી? ખાલી બોટલો અને બાઈટિંગના પડીકાં મળ્યાં

Rajkot Municipal Corporation: રાજકોટની કોર્પોરેશન કચેરીમાં દારૂની પાર્ટી? ખાલી બોટલો અને બાઈટિંગના પડીકાં મળ્યાં

રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાંથી ખાલી દારૂની બોટલો મળી

Rajkot Corporation: રાજકોટ કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીમાંથી ખાલી દારૂની બોટલો મળી આવતા અને શંકાઓ ઉપજી રહી છે. દારૂની બોટલની સાથે ખાલી નાસ્તાના પેકેટ્સ પણ મળી આવ્યા છે. લોકોને આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે.

    રાજકોટઃ ગાંધીના ગુજરાતમાં નશાબંધી છે આમ છતાં છાસવારે દારૂની હેરાફેરી, નશાની હાલતમાં પકડતા શખ્સોના કેસો સામે આવતા રહે છે. ચોંકવનારી ઘટના તો ત્યારે બની કે જ્યારે રાજકોટ કોર્પોરેશનની વેસ્ટ ઝોનની ઓફિસનો વીડિયો સામે આવ્યો છે, આ વાયરલ વીડિયોમાં દેખાય છે કે RMCની બિલ્ડિંગમાં આવેલા ટોઈલેટની બહારથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. આ ખાલી બોટલોના કારણે ઘણી શંકાઓ ઉપજી રહી છે. અહીંના જ કર્મચારીઓનો દારૂની મહેફિલ પાછળ હાથ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ જે પ્રકારે ઘટનાને લઈને શંકા ઉપજી રહી છે અને ચર્ચાઓ થઈ રહી છે તેને જોતા આ મામલે તપાસના આદેશ આપવામાં આવી શકે છે. ફરિયાદ મળશે તો પોલીસ પણ આ દિશામાં જરુરી કાર્યવાહી હાથ ધરશે.

    જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાય છે કે વેસ્ટ ઝોનની બિલ્ડિંગમાં એક ખુણામાં દારૂની ખાલી બોટલો પડેલી છે. બિલ્ડીંગમાં કેટલીક જગ્યાએ તૈયાર નાસ્તાના પ્લાસ્ટિકના પડીકાં પણ પડેલા દેખાઈ રહ્યા છે.

    આ પણ વાંચોઃ સુરતમાં ખસીકરણની કામગીરી છતાં શહેરમાં વધી રહી છે શ્વાનની સંખ્યા! મેયરે શું કહ્યું?

    શું ઓફિસ છૂટ્યા પછી કરવામાં આવી પાર્ટી?


    જે વીડિયો સામે આવ્યો છે તે પછી લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. જેમાં આ દારૂની પાર્ટી કોર્પોરેશનના કર્મચારી દ્વારા જ કરવામાં આવી હતી? શું ઓફિસ છૂટ્યા પછી અહીં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? જેવા સવાલો લોકોને થઈ રહ્યા છે. હવે આ ઘટના સામે આવતા કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવી શકે છે.



    બનાવની વિગતો માટે CCTV કેમેરા દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ પાર્ટી માટે આ જગ્યા પસંદ કરવામાં આવી હોઈ શકે છે જેથી કરીને પાર્ટી કરનારાઓને પોલીસથી બચવામાં મદદ મળી શકે. વિગતે તપાસ બાદ જ એ બાબત સામે આવશે કે અહીં દારૂ પાર્ટીનું આયોજન કરવા પાછળ કોણ છે?
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Gujarati news, Rajkot city, Rajkot Municipal Corporation, Rajkot News, Rajkot police, RMC, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन