સાણંદમાં સતનાં પારખા, અંધશ્રદ્ધાનાં નામે ઉકળતા તેલમાં 12 કર્મચારીઓનાં હાથ નાખ્યા

Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 1:13 PM IST
સાણંદમાં સતનાં પારખા, અંધશ્રદ્ધાનાં નામે ઉકળતા તેલમાં 12 કર્મચારીઓનાં હાથ નાખ્યા
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમશીભાઇ પટેલના પુત્રના હાંસલપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપમાંથી 6 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. તો પેટ્રોલપંપના 12 કર્મચારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા અંધશ્રદ્ધાનો આશરો લેવો પડ્યો. કંપનીના માલીકો દ્વારા જે લોકો પર શંકા હતી તેમનાં હાથ ઉકળતા તેલમાં નાંખ્યા હતા
Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 1:13 PM IST
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમશીભાઇ પટેલના પુત્રના હાંસલપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપમાંથી 6 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. તો પેટ્રોલપંપના 12 કર્મચારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા અંધશ્રદ્ધાનો આશરો લેવો પડ્યો. કંપનીના માલીકો દ્વારા જે લોકો પર શંકા હતી તેમનાં હાથ ઉકળતા તેલમાં નાંખ્યા હતા. જોકે આ પૈકીના ત્રણને આરોપી દર્શાવતી ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉકળતા તેલમાં હાથ બોળવાની ઘટના હાલમાં દરેક જગ્યાએ ચર્ચાનું કારણ બની ગઇ છે.

આજની 21મી સદીમાં જ્યારે કોઇ આ પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે અને આ રીતે સતનાં પારખા થતા હોય ત્યારે લોકોની ખોટી માનસીકતા દૂર થવી જોઇએ. આપને જણાવી દઇએ કે 30 ઓક્ટોબરની મધ્યરાત્રી બાદ પેટ્રોલપંપની તિજોરી માંથી 11,86,640 માંથી 6 લાખ રૂપિયાની ચોરી થઇ ગઇ હતી. તિજોરી તૂટી નહીં હોવાથી કોઇ જાણ ભેદુએ જ પાસવર્ડ વડે તિજોરી ખોલી હોવાનું બહાર આવ્યું હતું આથી શંકાની સોય પેટ્રોલપંપના કર્મચારીઓ તરફ જ તકાઇ હતી.

જે બાદ કર્મચારીઓ સતનાં પારખાં કરવાનું નક્કી કરીને પાસેનાં જાંબુથડ ગામે આવેલા મેલડીમાતાના મંદિરે ગયા હતા. ત્યાં ત્રણ કડાઇમાં તેલ ઉકાળાયું હતું. એક પછી એકને સોગંદ લઇ ઉકળતા તેલમાં હાથ બોળવાનું કહેવાયું હતું.

અમારા હાથને કંઇ નથી થયુ

સતનાં પારખાનાં નામે ઉકળતા તેલમાં હાથ નાખનારા પેટ્રોલપંપના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે બધા સ્વૈચ્છિક રીતે જ જાંબુથરા ગામે ગયા હતા. ઉકળતા તેલમાં હાથ નાખવા છતાં અમે સાચા હોવાથી અમને કે અમારા હાથને કાંઈ થયું નથી.

પોતાની સત્યતા સાબિત કરવા જાતે કર્યા સતનાં પારખા
પેટ્રોલ પંપનાં માલિક કનુભાઇનું કહેવું છે કે,  પેટ્રોલપંપમાં ચોરી થઈ છે તે બાબત સાચી છે અને પેટ્રોલપંપના કર્મચારીઓ જ આ શક દૂર કરવા માંગતા હતા તેથી તેમને જાતે જ જાંબુથડ ગામે જઇ સતાનાં પારખાં કર્યા છે, આ બાબત સાંજ સુધી હું કંઈ જાણતો ન હતો, હું અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો નથી અને આ બાબતથી હું અજાણ છું.

પોલીસમાં ફક્ત ચોરીની ફરિયાદ
વિરમગામ રૂરલનાં PSI K.N.ભુકણનું આ વિશે કહેવું છે કે,  7 નવેમ્બરે પેટ્રોલપંપ ઉપર ચોરીની જ ફરિયાદ દાખલ થઈ છે. પેટ્રોલપંપના કર્મચારીઓ દ્વારા સતના પારખાં આપ્યાં હોવાની કોઈ ફરિયાદ કે માહિતી અમારી પાસે આવેલ નથી અને આવો કોઈ બનાવ અમારી હદમાં બન્યો નથી.
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर