ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ

ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીન ઉમેદવાર ,કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે

 • Share this:
  નવી દિલ્હી : ચૂંટણી પંચે રાજ્યસભાની 18 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે. જેમાં ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 4 બેઠકો માટે સીધો જંગ જામશે. જેમાં 5 ઉમેદવારો પોતાનુ નસીબ અજમાવશે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીન ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે. કોરોનાના કારણે આ પહેલા રાજ્યસભાની ચૂંટણી મૂલતવી રખાઈ હતી.

  ગુજરાતની ચાર બેઠકો સિવાય આંધ્રપ્રદેશની 4, રાજસ્થાનની 3, મધ્યપ્રદેશની 3, ઝારખંડની 2, મણિપુર અને મેઘાલયમાં 1-1 બેઠક પર ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી 55 માંથી 37 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.  આ પણ વાંચો  Cabinet Meeting: ખેડૂત, વેપારી અને રેકડી વાળાને મોટી ભેટ, હવે સરકાર આપશે આ લાભ  17 રાજ્યોની કુલ 55 રાજ્યસભા બેઠકો એપ્રિલમાં ખાલી થઈ હતી. આમાંથી હરિયાણા, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોની મોટાભાગની બેઠકો પર બિન હરીફ જીત મેળવી હતી. ફક્ત 18 રાજ્યસભા બેઠકો માટે મતદાન દ્વારા ચૂંટણી થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર ખુબ જરૂરી હોવાના કારણે ચૂંટણી પંચે ચૂંટણી ટાળવાનો નિર્ણય લેવાયો હતો.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ