PM મોદીએ એર સ્ટ્રાઇકના નામે માંગ્યા વોટ, ECએ માંગ્યો રિપોર્ટ

News18 Gujarati
Updated: April 10, 2019, 11:11 AM IST
PM મોદીએ એર સ્ટ્રાઇકના નામે માંગ્યા વોટ, ECએ માંગ્યો રિપોર્ટ
નરેન્દ્ર મોદી

પીએમ મોદીના આવા નિવેદન બાદ કોંગ્રેસ સહિત વિપક્ષે મોદીની ટીકા કરી હતી અને ચૂંટણી કમિશનની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

  • Share this:
મુંબઈ : ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીએ મંગળવારે મહારાષ્ટ્રમાં આવેલા નિવેદનની નોંધ લીધી છે. આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ પ્રથમવાર મતદાન કરનારા યુવાઓને અપીલ કરી હતી કે તેઓ બાલાકોટ હુમલાને અંજામ આપનાર સૈનિકોને પોતાનો મત સમર્પિત કરે.

પીએમ મોદીના આવા નિવેદન બાદ કોંગ્રેસ સહિત વિપક્ષે મોદીની ટીકા કરી હતી અને ચૂંટણી કમિશનની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષની ફરિયાદ બાદ મોડી રાત્રે ચૂંટણી પંચે આના પર પગલાં લીધા હતા. ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. વિપક્ષે પીએમ મોદી પર એર સ્ટ્રાઇક અને જવાનોની શહીદીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ ફરિયાદ આપી હતી.

ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને ઝડપથી રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાતૂરના ઔસામાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યુ કે, "શું તમે તમારો પ્રથમ મત એ લોકોને સમર્પિત કરી શકો જેમણે એર સ્ટ્રાઇક કરી હતી? હું પ્રથમ વખત મતદાન કરી રહેલા લોકોને કહેવ માંગુ છું કે શું તમારો મત વીર જવાનોને સમર્પિત કરી શકો છો, જેમણે પાકિસ્તાનની અંદર ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી? શું તમે તમારો પ્રથમ મત પુલવામા હુમલાના શહીદોને સમર્પિત કરી શકો?"

સીપીએમના પોલિટ બ્યૂરો મેમ્બર નીલોત્પલ બસુએ ચૂંટણી પંચને લખેલા એક પત્રમાં કહ્યું કે, "ખૂબ જ ઊંડી સંવેદના સાથે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ ચૂંટણી પંચે આપેલા ખાસ નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મત માંગવા માટે સેનાનો નામનો ઉપયોગ ન કરવામાં આવે."

ન્યૂઝ18ને પીએમ મોદીએ આપેલો Exclusive ઈન્ટરવ્યૂ

First published: April 10, 2019
વધુ વાંચો
अगली ख़बर