Home /News /gujarat /ખુશખબર: મતદાન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ થશે, જ્યાં કામ કરતા હશો ત્યાંથી આપી શકશો વોટ
ખુશખબર: મતદાન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ થશે, જ્યાં કામ કરતા હશો ત્યાંથી આપી શકશો વોટ
election commission
ચૂંટણી પંચે રોજગાર, શિક્ષણ તથા અન્ય કારણોથી પોતાનું શહેર છોડીને દેશના બીજા શહેર અથવા જગ્યા પર રહેતા લોકો માટે રિમોટ વોટિંગ સુવિધા આપવા પર કામ શરુ કરી દીધું છે.
નવી દિલ્હી: ચૂંટણી પંચે રોજગાર, શિક્ષણ તથા અન્ય કારણોથી પોતાનું શહેર છોડીને દેશના બીજા શહેર અથવા જગ્યા પર રહેતા લોકો માટે રિમોટ વોટિંગ સુવિધા આપવા પર કામ શરુ કરી દીધું છે. આવનારા દિવસોમાં દેશમાં ક્યાંયથી પણ કોઈ વ્યક્તિ પોતાના કામના સ્થળેથી મતદાન કરી શકશે. પ્રવાસી મતદારોને વોટ આપવા માટે પોતાના ઘરે જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ચૂંટણી પંચે પ્રોટોટાઈપ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે, આરવીએમને વિકસીત કર્યુ છે.
આ એક રિમોટ પોલિંગ બૂથથી 72 સુધી મતદાન વિસ્તારમાં મતદાન કરી શકશે. ચૂંટણી પંચે પ્રોટોટાઈપ આરબીએમના પ્રદર્શનને લઈને રાજકીય પાર્ટીઓને આમંત્રિત કરી છે. તેના પર પંચ કાયદાકીય પ્રક્રિયા, પ્રક્રિયાત્મક પ્રશાસનિક અને ટેકનિક પડકારો પર રાજકીય પાર્ટીઓ પાસે મત જાણવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આધુનિક ટેકનિક યુગમાં ફક્ત પ્રવાસી મજૂરો હોવાના કારણે મતદાનથી વંચિત કરવા તે સ્વીકાર્ય નથી.
આયોગે જણાવ્યા અનુસાર, સામાન્ય ચૂંટણી 2019માં 67.4 ટકા મતદાન થયું હતું. આયોગે 30 કરોડથી વધારે મતદારો દ્વારા મતદાન નહીં કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરવા અને કેટલાય રાજ્યોમાં મતદાનની ટકાવારી અલગ અલગ હોવાને લઈને સજાગ છે. એવું પણ માનવામાં આવે છે કે, એક વોટર તરફથી રહેવાના નવા સ્થાનમાં રજીસ્ટ્રેશન ન કરવા અને એવી રીતે મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરવાનો મોકો ખોવાના અનેક કારણો હોય છે.
વોટર ટર્નઆઉટમાં સુધારો લાવવા માટે EC કરી રહ્યું છે નવો પ્રયોગ
વોટર ટર્નઆઉટમાં સુધારો લાવવા અને ચૂંટણીમાં વધારેમાં વધારે ભાગીદારી નક્કી કરવાની દિશામાં આયોગ પ્રવાસીઓને મતદાનનો અધિકાર અપાવવા માટે નવા પ્રયોગ કરવા જઈ રહ્યું છે. તેનું સમાધાન મળશે અને કાર્યક્ષેત્રથી પ્રવાસી પોતાનું મતદાન કરી શકશે. દેશની અંદર પ્રવાસન માટે કોઈ ડેટાબેસ નથી. તેમ છતાં પણ પબ્લિક ડોમેનમાં મળતા આંકડા અનુસાર, ખબર પડે છે કે, રોજગાર વિવાહ અને શિક્ષણ સહિત અન્ય પાસાઓથી સંબંધિત પ્રવાસન કરે છે. જો આપણે ઘરેલુ પ્રવાસનને જોઈએ તો, ગામડાના લોકો મોટાભાગે હશે. આંતરિક પ્રવાસનનો ભાગ 85 ટકા રાજ્યની અંદર હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર