Home /News /gujarat /

રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત, હવે કોઇ ઉમેદવાર નહીં કરી શકે પ્રચાર

રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત, હવે કોઇ ઉમેદવાર નહીં કરી શકે પ્રચાર

    લોકસભા ચૂંટણી એક દિવસ પછી એટલે કે 23 તારીખે મતદાન થશે, આ માટે કાયદા પ્રમાણે ચૂંટણીના 48 પહેલા પ્રચાર પડઘમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હવે પછીની રણનીતિ તથા તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

    રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિશ્ચનને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 10 માર્ચે ચૂંટણી તારીખો જાહેર થયા બાદ નોમિનેશન, જાહેરનામું લાગુ થયું હતું. હવે મતદાનના 48 કલાક સાયલન્ટ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રચાર પડઘમ શાંત થઇ જશે કોઇ પાર્ટી લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં.

    આ વખતની લોકસભા ચૂંટણી ગુજરાતમાં 371 ઉમેદવારો મેદાન છે. જેમાં રાજ્યના 4 કરોડ 51 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ભૃગુકચ્છ એટલે ભરૂચ : જ્યાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) બનશે નિર્ણાયક!

    તો બહારથી આવેલા નેતાઓએ જે તે વિસ્તાર છોડી પોતાના પ્રદેશમાં જતું રહેવું પડશે. તો આ દરમિયાન કોઇ પાર્ટી કે નેતાઓ ડોટ ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી કરશે. તથા ઇન્ટરનેટ કે મીડિયામાં પણ જાહેરનામાના ભંગ કરતી સામગ્રી પર કાર્યવાહી કરવામાં આવશે.

    તો હવે 48 કલાક સુધી પોલ કે સર્વે પર પણ પ્રતિબંધ રહેશે. આ 48 કલાકમાં રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા ઠેર ઠેર ગેસ્ટ હાઉસ તથા હોટેલમાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે દેશમાં ચૂંટણી તારીખો જાહેર થયા બાદથી તમામ પાર્ટીઓએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Election campaign, Election commission, Press Conference

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन