Home /News /gujarat /ગુજરાત ચૂંટણી પહેલા રોકડ અને દારૂ જપ્તીમાં 5 ગણો વધારોઃ ચૂંટણી પંચ

ગુજરાત ચૂંટણી પહેલા રોકડ અને દારૂ જપ્તીમાં 5 ગણો વધારોઃ ચૂંટણી પંચ

ગુજરાત ચૂંટણી સમયે દારૂ-રોકડનો કાળો કારોબાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તે જ સમયે, ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રોકડ, દારૂ અને મફત ભેટની રેકોર્ડબ્રેક જપ્તી કરવામાં આવી છે. હિમાચલમાં શનિવાર, 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં હિમાચલ પ્રદેશમાં આવી વસ્તુઓ જપ્ત કરવામાં પાંચ ગણો વધારો થયો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તે જ સમયે, ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રોકડ, દારૂ અને મફત ભેટની રેકોર્ડબ્રેક જપ્તી કરવામાં આવી છે. હિમાચલમાં શનિવાર, 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં હિમાચલ પ્રદેશમાં આવી વસ્તુઓ જપ્ત કરવામાં પાંચ ગણો વધારો થયો છે.

  આ પણ વાંચો:  "સંપૂર્ણપણે અસ્વીકાર્ય": રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના SCના આદેશ પર કોંગ્રેસ

  પંચે જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વેના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળની યોજનાએ જપ્તીના કિસ્સામાં અસાધારણ પરિણામો આપ્યા છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના થોડા દિવસોમાં જ રૂપિયા 71.88 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણના સમગ્ર સમયગાળા દરમિયાન કરવામાં આવેલી વસૂલાત કરતાં પણ વધુ છે. જણાવી દઈએ કે, 2017માં આ આંકડો 27.21 કરોડ  રૂપિયા હતો.


  આ પણ વાંચો: ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે પ્રચાર

  એ જ રીતે, હિમાચલ પ્રદેશે પણ 2017માં રૂપિયા 9.03 કરોડની સરખામણીએ રૂપિયા 50.28 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે આંકડો પાંચ ગણાથી વધુનો વધારો દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. હિમાચલમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે, CRPFની 15 કંપનીઓ સહિત અર્ધલશ્કરી દળોની 67 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર અને ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन