ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીત વાઘાણી પર કેન્દ્રીય ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે. વાઘાણીએ સુરતમાં કહ્યું હતું કે રાજ્યની શાંતિ હણનારા લોકોને ઓળખી લેજો.
સુરતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર દર્શના જરદોષના પ્રચાર દરમિયાન જીતુ વાઘાણીએ કોંગ્રેસ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. વાઘાી કોંગ્રેસ પર અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દેશના કોઈ રાજ્યમાં સારૂ પ્રદર્શન કરી રહી નથી. વાઘાણી કહ્યું હતું કે 'હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી જીતવા માટે નફરત ફેલાવી રહ્યા છો, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થવા દો લોકોને જ્યાં વોટ આપવો હશે ત્યાં લોકો વોટ આપશે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ નેતાઓ વિશે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે તેનો ખૂબ વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચે પણ જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બદલ તેમની વિરુદ્ધમાં સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી.
Election Commission bars Jitubhai Vaghani, Gujarat BJP President from election campaigning for 72 hours starting from 4 pm tomorrow, for violating Model Code of Conduct during his election campaign held at Amroli in Surat on 7th April. #LokSabhaElections2019 (file pic) pic.twitter.com/FOog68QRa6
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ લોકોને ભડકાવી અને મતદારો વચ્ચે અરાજકતાનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીના પ્રચાર દરમિયાન એવી ઘટનાઓ સામે આવી રહી છે, જો હવે પછી આવી બીજી ઘટના સામે આવશે તો અમે તમને સુરતમાંથી ઉખાડી ફેંકીશું. જોકે, વાઘાણીએ ભાષણ દરમિયાન કોઈ પણ ઘટનાનો ઉલ્લેખ કર્યો નહોતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર