ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં હાલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચને વિવિધ જગ્યાએથી 12 ફરિયાદ મળી છે. ચૂંટણી પંચને મળેલી ફરિયાદ મુજબ 5 ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ફરિયાદોમાં ખાનગી મિલકતોમાં પોસ્ટર લગાવવા, બોગસ એજન્ટોની હાજરી, મતદારોની મતદાન કરવા માટેની ઉતાવળ કરાવવા જેવી ફરિયાદો મળી છે. આ મુદ્દે ચૂંટણી પંચ દ્વારા તંત્ર પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે.
ભાજપના ઉમેદવારોને મત આપતો ફોટો વાયરલ પાટણમાં EVMમાં ભાજપના ઉમેદવારને મત આપતો ફોટો વાયરલ થયો હતો. આ ફોટોગ્રાફ ખેરાલુ મતવિસ્તારના કોઈ મતદારનો હતો જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત આપતો ફોટો વાયરલ થયો હતો.
EVM ખોટકાયું પાટણના સાંતલપુર તાલુકાના લુનીયા ગામે સવારે મતદાન શરૂ થતાંની સાથે જ EVM ખોટકાયાની ફરિયાદ મળી હતી, જ્યારે ફરિયાદ મળતાની સાથે જ અલ્ટરનેટિવ EVMની વ્યવસ્થા કરવાના ચૂંટણી અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર