પ્રાથમિક શાળામાં 3900 શિક્ષકો સહિત કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરાશે

પ્રાથમિક શાળામાં 3900 શિક્ષકો સહિત કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરાશે
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી જાહેરાત ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે શાળાઓ અને કોલેજોમાં નવી ભરતીઓ કરાશે

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી જાહેરાત, ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે શાળાઓ અને કોલેજોમાં નવી ભરતીઓ કરાશે

  • Share this:
ગાંધીનગર : કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નિતીના અમલ માટે તમામ રાજ્યોને એક ગાઇડ લાઇન મોકલી છે જેના પાલન માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. જેનો રિપોર્ટ 31 માર્ચ સુધીમા સોંપે તેવી સંભાવના છે અને આ રિપોર્ટના અભ્યાસ બાદ નવી શિક્ષણ નિતીના અમલ માટે નિર્ણય કરાનાર છે.

વહેલા કે મોડા નવી શિક્ષણ નિતીનો અમલ ગુજરાતમાં નક્કી છે ત્યારે સૌ પ્રથમ તો શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન રાજ્ય સરકારે ઉકેલવો જરુરી છે. જેને લઇને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં આગામી દિવસોમાં 11 હજારની ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 3900 શિક્ષકોની પણ ભરતી કરાશે. આ ઉપરાંત કોલેજોમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય અને કોલેજોમાં જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભા ગૃહમાં આ અંગે આજે જાહેરાત કરી હતી.આ પણ વાંચો - ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણક્ષેત્ર મોટી ભરતી કરવામાં આવે તે માટે માંગ ઊઠી હતી. અનેક શાળાઓ અને કોલેજોમાં સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે જે અંગે રાજ્ય સરકારને પણ રજૂઆત કરાઈ હતી. જે સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતાં કહ્યું હતું કે આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રમાં 11 હજારની ભરતી કરાશે. જેમાં પ્રાથમિક શાળાઓ ઉપરાંત રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, રાજ્યની વિવિધ કોલેજોમાં સહાયક અધ્યાપકની 970ની ભરતી કરવામાં આવશે. કોલેજમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરાશે.

આ ઉપરાંત લેખક આસિસ્ટન્ટની ૧૯ જગ્યાઓ પણ ભરવામાં આવશે . અત્રે ઉલ્લેખનીય છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ છેલ્લા કેટલાય સમયથી ભરતીની માંગ કરી રહ્યા હતા અને ટેટ-2 પાસ કર્યા પછી છેલ્લા ચાર-ચાર વર્ષથી ભરતી ન થતાં આવા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો હતો.
શિક્ષણમંત્રીની આ જાહેરાતથી બેકાર ઉમેદવારોમાં આશાનો સંચાર થયો છે. રાજ્ય સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં જ જાહેરાત બહાર પાડે તેવી સંભાવના છે.
Published by:Ashish Goyal
First published:March 25, 2021, 16:34 pm

ટૉપ ન્યૂઝ