Home /News /gujarat /શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 % લાભ અપાશે

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 % લાભ અપાશે

widow vidhyasahayak

વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી સતાવાર માહિતી આપી છે.

વધુ જુઓ ...
  ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.  મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી:

  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરને માહિતા આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા TET-1, TET-2 પાસ કરેલા વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5% ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાસહાયકનું મેરિટ તૈયારી કરવા માટે TET પરીક્ષામાં મેળવેલા 50% ગુણ અને શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા 50% ગુણને ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા કુલ મેરિટમાં વિધવા બહેનોના મેરિટમાં વધારાના 5 ટકા ગુણ ઉમેરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ આગામી વિધાનસભા ભરતીથી કરવામાં આવશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Government

  विज्ञापन
  विज्ञापन