Home /News /gujarat /આ લોકોને મળશે જૂની પેન્શન યોજના, રક્ષા શક્તિ શાળાઓ વિદ્યાર્થીઓ માટે અનામતની જાહેરાત

આ લોકોને મળશે જૂની પેન્શન યોજના, રક્ષા શક્તિ શાળાઓ વિદ્યાર્થીઓ માટે અનામતની જાહેરાત

સરકારની મોટી જાહેરાત, આ લોકોને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના અને અન્ય ભથ્થા સાથે રક્ષા શક્તિ શાળાઓને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

    ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને જોતા સરકાર દ્વારા અનેકો જાહેરાત કરવામાં આવી રહી છે. આજે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે શિક્ષણ વિભાગ દ્વારા રક્ષા શક્તિ શાળાઓ માટેની નીતિ કરી જાહેર હતી. જેમાં વિદ્યાર્થીઓને અને ગુજરાત સરકારના કર્મચારીઓને અલગ અલગ સુવીધાનો લાભ આપવામાં આવ્યો છે. આ સાથે જ, તેમણે 75% બેઠકો પર સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો:  આનંદો! તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કરાયો નોંધપાત્ર વધારો, જાણો રૂપિયા 900ને બદલે હવે કેટલું મળશે માસિક ભથ્થું?

    આ ઉપરાંત, સરકાર દ્વારા પેન્શન યોજનાને લઈને પમ મોટી જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલની તારીખે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવતા કર્મચારીઓને આગળ પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આ સાથે જ , જણાવવામાં આવ્યું હતું કે, નવી પેન્શન યોજનાનો લાભ મેળવતા કર્મચારીના કિસ્સામાં 5 વર્ષના સમયગાળાને પેન્શન યોજનામાં ધ્યાને લેવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગુજરાત સરકારના પોલીસ કર્મચારીને પણ મોંઘવારી ભથ્થુ વધારી દેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ગુજરાતમાં આગામી થોડા જ દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કર્મચારીઓની બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ સમયે મળતા લાભો નિયમોને આધીન આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે.



    રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સૈનિક શાળાઓ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં સરકારી કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થાય તો, તેવા કિસ્સામાં નોકરી મેળવનાર આશ્રિતો અંગે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ, આ તમામ કર્મચારીઓના અગાઉના 5 વર્ષને એડહોક પીરીયડ ગણવામાં આવતો હતો, જેમાં સરકારે આ કર્મચારીઓની 5 વર્ષની સેવાને નિયમોને આધીન સળંગ ગણવાનો પણ નિર્ણય લીધો છે. સૈનિક શાળાઓની જેમ ધોરણ 6 થી 12 સુધી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિવાસી શાળા પ્રદાન કરવા માટે સામાજિક ભાગીદારી પર 10 શાળાઓ ખોલવામાં આવશે. આ ઉપરાંત, કુલ 5,000 મેરીટોરીયસ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ શિક્ષણ બિલકુલ મફત આપવામાં આવશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Education News, Gujarat Government, Pension Plan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन