ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે, 10 નવેમ્બરે પરિણામ

News18 Gujarati
Updated: September 29, 2020, 2:55 PM IST
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે, 10 નવેમ્બરે પરિણામ
વિધાનસભામાં કોનું વધશે જોર, પેટાચૂંટણી બાદ થશે નક્કી

પેટાચૂંટણીની તારીખો જાહેર કરવાના નિર્ણયને આવકારતાં અમિત ચાવડાએ કહ્યું, પક્ષ અને પ્રજા સાથે દગો કરનારને ચૂંટણીમાં પાઠ ભણાવીશું

  • Share this:
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ (Election Commission of India)એ આજે અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી (Gujarat by-polls)ની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

ગુજરાત પેટાચૂંટણીનો આ છે કાર્યક્રમ

ચૂંટણી પંચે જણાવ્યું કે, 9 ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. નોમિનેશનની સ્ક્રૂટિની 17 ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા 19 ઓક્ટોબર છે. 3 નવેમ્બરે તમામ 8 બેઠકો પર મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

પક્ષ અને પ્રજા સાથે દગો કરનારને ચૂંટણીમાં પાઠ ભણાવીશું – અમિત ચાવડા

ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેર કરતાં ગુજરાત કૉગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આઠેય બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ આઠેય બેઠક પર પક્ષ અને પ્રજા સાથે દગો કરનાર લોકોને પાઠ ભણાવવાનું લોકોએ નક્કી કરી લીધું છે. જ્યારે જ્યારે જનાદેશનું અપમાન થયું છે ત્યારે પ્રજાએ તેનો પરચો બતાવ્યો છે. આઠેય પેટાચૂંટણીમાં પણ કાર્યકરો અને લોકો કૉંગ્રેસને આશીર્વાદ આપશે. આઠેય બેઠક પર કૉંગ્રેસનો વિજય થશે. ઉમેદવારની પસંદગી માટે અમારી પ્રભારી તમામનો અભિપ્રાય લઈ ચૂક્યા છે. આ મામટે યોગ્ય સમય નામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો, ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ કહ્યું- જેની ખેડૂતો પૂજા કરે છે તેને કરી રહ્યા છે આગને હવાલે

આ આઠ બેઠકો પર યોજાશે પેટા-ચૂંટણી

રાજ્યમાં વિધાનસભાની જે 8 બેઠકો ખાલી પડી છે તેમાં સૌરાષ્ટ્રની ધારી, મોરબી, ગઢડા અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જ્યારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જ્યારે કચ્છની અબડાસા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવાર વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા અને જીત્યા હતા. જોકે, તેમણે કોઈ પણ કારણસોર કૉંગ્રેસનો પંજો છોડી દીધો હતો. હવે 3 નવેમ્બરે આ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે અને જેનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

આ પણ વાંચો, સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા-ચૂંટણીની તારીખોની જાહેરાત આજે કરી છે.
Published by: Mrunal Bhojak
First published: September 29, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading