Home /News /gujarat /

Earn Money: ગૂગલથી તમે દર મહિને ઘરે બેઠા કમાઈ શકો છો 50 હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે?

Earn Money: ગૂગલથી તમે દર મહિને ઘરે બેઠા કમાઈ શકો છો 50 હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે?

પ્રતીકાત્મક તસવીર

Google Opinion Rewards: જો તમે સ્માર્ટફોન યૂઝ કરો છો તો તેનાથી કમાણી પણ કરી શકો છો, માત્ર આપને ગૂગલની મદદ લેવી પડશે

    નવી દિલ્હી. હાલના સમયમાં સ્માર્ટફોન (Smartphone) તો દરેકની પાસે હોય છે. મોટાભાગના કામ સ્માર્ટફોન પર થવા લાગ્યા છે. એવામાં જો તમે સ્માર્ટફોનનો યૂઝ કરો છો તો તેનાથી કમાણી (Earn money) પણ કરી શકો છો. જી હા, સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરીને તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. તેના માટે તમારે ગૂગલ (Google)ની મદદ લેવી પડશે. નોંધનીય છે કે , વધારાની ઇન્કમ માટે ગૂગલ પર રિવોર્સ્િ મળે છે, જેનાથી તમે કમાણી કરી શકો છો.

    મૂળે, Google Opinion Rewards કેટલાક સરળ સવાલોના જવાબ આપીને મૂવી રેન્ટલ લેવી કે પોતાની પસંદની ગેમમાં ઇન-એપ ખરીદી કરવી સરળ બનાવે છે. તેના માધ્યમથી તમે કોઈ મુદ્દા પર પોતાનું ઓપિનિયન રજૂ કરી શકો છો અને તેના બદલામાં પૈસા કમાઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે...

    આ પણ વાંચો, Instagram યૂઝર્સ પોસ્ટ અપલોડ કરીને કમાઈ શકશે પૈસા, ઓછા Followers હોવા છતાં મળશે પૈસા

    ગૂગલના આ સર્વેમાં થવું પડશે સામેલ

    Google Opinion Rewardsમાં તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. તેના માટે ગૂગલ વિવિધ મુદ્દાઓ પર સર્વે કરે છે. આપને આ સર્વેથી જોડાવું પડશે. તેના માટે સૌથી પહેલા આપને પોતાના મોબાઇલ પર ગૂગલના આ ફીચરને અપલોડ કરવું પડશે. નોંધનીય છે કે સર્વેમાં સામેલ થવા માટે આપને એક દિવસમાં 50થી 500 રૂપિયા સુધી મળે છે. જોકે, કમાણીનું આ માધ્યમ તે સર્વે પર આધારિત છે. સર્વેના માધ્યમથી મળેલા પૈસાને તમે ઈચ્છો તો ગૂગલ રિવાર્ડ પોઇન્ટ્સમાં કન્વર્ટ કરી તમે બીજી ઓનલાઇન ખરીદી કે મ્યૂઝિક અને બીજી અનેક ચીજો ખરીદી શકો છો.

    આ પણ વાંચો, Gold Silver Price Today: ગોલ્ડની ખરીદી કરતાં પહેલા ચેક કરો આજના ભાવ, જાણો કેટલું થયું સસ્તું



    આવી રીતે થશે 50 હજાર રૂપિયાની કમાણી

    આવી રીતે તમે આઇપોલના માધ્યમથી કમાણી કરી શકો છો. આ ઇન્ક કોર્પોરેશન સ્માર્ટફોન ફીચર છે. તેના માધ્યમથી પણ તમે એક્ટ્રાં કમાણી કરી શકો છો. તેમાં આપને ગૂગલ ઓપિનિયનની તુલનામાં વધુ પૈસા મળશે. જોકે, બંને ફીચર લગભગ સમાન જ છે. તેમાં આપને એક સર્વેને પૂરો કરવા માટે 100-1000 રૂપિયા સુધી મળી શકે છે. માની લો કે તમે મહિનાના 50 સર્વે કરો છો તો તમારી કમાણી 5 હજારથી 50 હજાર રૂપિયા સુધી થઈ શકે છે. જોકે, તેમાં અનેક શરતો પણ લાગુ થઈ જાય છે. અહીં આપને પૈસા પેપાલ એકાઉન્ટ કે અમેઝોન આઇ ટ્યૂન્સ એકાઉન્ટના માધ્યમથી મળે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Earn money, કમાણી, ગૂગલ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन