સૌ પ્રથમ બહારનું લેયર બનાવવા માટે :બટાકાને બાફીને છીણી લો. તેમાં મીઠું, હળદર, ચીઝ,આરાલોટ અથવા કોનૅફલોર મિક્સ કરો.
સ્ટફિંગ બનાવવા માટે : હવે બીજા એક બાઉલમાં સ્ટફિંગ બનાવવા માટે છીણેલું ચીઝ, ,ચીલી ફલેકસ અને પીઝા સીઝનીંગ મિક્સ કરી લો. ત્યારબાદ હાથમાં સહેજ તેલ લગાવી બટાટાનો માવો હથેળીમાં લઈને સહેજ થેપી, તેમાં બનાવેલું ચીઝનું સ્ટફિંગ ભરી તેને બંધ કરી ગોળ બોલ વાળી લો. આ રીતે બધા ચીઝબોલને ગોળ વાળી લો. પછી તેલને ગરમ કરી તેમાં આ બધા ચીઝ બોલને તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ બોલ. સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચપ અથવા મેયોનીઝ સાથે સર્વ કરો.