Home /News /gujarat /

Year Ender 2021:સચિન તેંડુલકર અને KL રાહુલનું વર્ષ 2021 કેવું રહ્યું? ક્રિકેટરોએ શેર કર્યો #Rewind2021 Video

Year Ender 2021:સચિન તેંડુલકર અને KL રાહુલનું વર્ષ 2021 કેવું રહ્યું? ક્રિકેટરોએ શેર કર્યો #Rewind2021 Video

Sachin Tendulkar KL Rahul New Year

Year Edner 2021: સચિન તેંડુલકર અને KL રાહુલનું વર્ષ 2021 કેવું રહ્યું? ક્રિકેટરોએ શેર કર્યો #Rewind2021 Video

#Rewind2021: આજે વર્ષ 2021નો અંતિમ દિવસ છે વર્ષ 2022નો નવા સૂરજ ઉગે તે પહેલાં ક્રિકેટો પોતાના વર્ષના સંસ્મરણો વાગોળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર સચિન તેંડુલકરે વર્ષ 2021માં ખૂબ મજા (Sachin Tendulkar's 2021) કરી છે. કોરોનાનું સંક્રમણ સહન કરી અને જંગલ સફારીની મોજ માણી અને અમેરિકામાં ક્રિકેટ લીગ માણવા જેવી મજા કરી છે. સચિન તેંડુલકર સાથે સાથે કે.એલ. રાહુલે (KL Rahul's 2021) પણ પોતાનું વર્ષ 2021 કેવું રહ્યુ તે ચાહકોને બતાવ્યું છે.

સચિન માટે કોરોના સંક્રમણ મોટો પડકાર રહ્યો : વર્ષ 2021માં અન્ય લોકોની જેમ ક્રિકેટના ગોડ સચિન માટે કોરોનાની લડાઈ અગત્યની બની રહી હતી. સચિન કોરોના સંક્રમિત થતા ઘરે ક્વોરન્ટાઇન થયો હતો. બાદમાં ડૉક્ટરની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું.

આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

ફૂડ ફન અને ક્રિકેટ

મિત્રો માટે ઓમલેટ બનાવવાની હોય કે પછી પઝલ સોલ્વ કરવાની દરેક બાબતોમાં સચિને વર્ષ 2021મા મજા માણી છે. અમેરિકામાં ક્રિકેટ રમવાની મજાથી લઈને મિસળ પાવની મોજ સચિનનું વર્ષ 2021 કોરોનાકાળમાં પણ ઈવેન્ટફૂલ હતું.






રાહુલ માટે ગર્લફ્રેન્ડ આથિયાનો સાથ, સદીથી અંત

વર્ષ 2021 કે.એલ. રાહુલ માટે પણ ખૂબ ઈવેન્ટફૂલ રહ્યુ હતું. ઈન્ગલેન્ડ પ્રવાસમાં ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી સાથેની પળોથી લઈને વિદેશની ધરતી પર સારું પ્રદર્શન, ગર્લફ્રેન્ડ સાથે પિક્ચરના પ્રીમિયરની પહેલી હાજરી કે.એલ. રાહુલે વર્ષ 2021માં ઘણું મેળવ્યું છે. આથી જ રાહુલે વર્ષ 2021નો આભાર માન્યો છે.

આ પણ વાંચો :  Year Ender 2021: Kohliને 2021માં મળી 'વિરાટ' નિરાશા! ન તોડી શક્યો બેડ-લકની ઝાળ








View this post on Instagram






A post shared by KL Rahul👑 (@rahulkl)






કે.એલ.રાહુલની સદી સાથે વર્ષની સમાપ્તી

કે.એલ. રાહુલ માટે વર્ષ 2021ની સમાપ્તી સદી સાથે થઈ હતી. સેન્ચ્યુરીનો આગાઝ કે.એલ. રાહુલ માટે સારો રહ્યો હતો. આફ્રિકાની ધરતી પર રાહુલની સદીની મદદથી ભારત પહેલી ટેસ્ટ જીતવામાં સફળ રહ્યુ હતું. રાહુલે પોતાની રોલર કોસ્ટર રાઇડ સમાન વર્ષની ઝલક આપી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Cricket News in Gujarati, KL Rahul, Year Ender 2021, સચિન તેંડુલકર

આગામી સમાચાર