Dwarka Drugs Update: ગુજરાતમાં દરિયાઇ માર્ગેથી પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય થયાની આશંકા

પ્રતિકાત્મ તસવીર

દેવભૂમિ દ્વારકાની (Dwarka Drugs Update) પોલીસે કરોડોનું ડ્રગ્સ હેરોઇન અને એમડી ડ્રગ્સ દરિયાઇ માર્ગે આવ્યાનું ખુલ્યું છે. સંભવત: ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી (Pakistan) આવ્યું પોલીસનું અનુમાન છે.

  • Share this:
    દેવભૂમિ દ્વારકાની (Dwarka Drugs Update) પોલીસે કરોડોનું ડ્રગ્સ હેરોઇન અને એમડી ડ્રગ્સ દરિયાઇ માર્ગે આવ્યાનું ખુલ્યું છે. સંભવત: ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી (Pakistan) આવ્યું પોલીસનું અનુમાન છે. સલાયાનાં બે ભાઇઓએ ડ્રગ્સનું આ કન્સાઇન્મેન્ટ મંગાવ્યું હોવાથી બંનેની પુછપરછમાં સપ્લાયરો અંગે ખુલાસો થશે.

    આ પણ વાંચો-દેવભૂમિ દ્વારકાઃ દેવો નગરીમાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ, કેવી રીતે ચાલતું હતું કરોડોનું ડ્રગ્સ રેકેટ?

    દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ અને દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનની નજીક છે. આ સ્થિતમાં દ્વારાકાનાં 40થી વધુ બેટની સુરક્ષા થોડા ટાઇમ પહેલાં જ વધારી દેવામાં આવી હતી. એટલું જ નહીં લેન્ડીંગ પોઇન્ટ પરની સુરક્ષા વધુ સધન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ખાસ નેટવર્ક ઉભુ કરીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

    છેલ્લા ઘણાં સમયથી આ સમગ્ર કવાયત ચાલુ હતી જેને પરિણામે આ જથ્થો ઝડપાયાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. એકલા દ્વારકા જ નહીં પણ જામનગર અને નવલખી બંદરની સુરક્ષા પણ તાજેતરપમાં વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. જેને કારણે ડ્રગ્સકે કોઇ હથીયારો ભારતની સરહદમાં ધુસી ન શકે.

    આ પણ વાંચો-દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવાડવાનું ષડયંત્ર, દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ

    સલાાયનાં સલીમ અને તેનાં ભાઇ યાકુબે ડ્રગ્સનું આ કન્સાઇન્ટમેન્ટ મંગાવ્યું હોવાથી આ બંનેની ઘનિષ્ઠ પુછપરછમાં ખરેખરમાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તેનો ખુલાસો થશે તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ બંને ભાઇઓએ મુંબઇનાં સજ્જાદને ડ્રગ્સનાં 17 પેકેટ કઇ કેમતે વેચ્યા હતા તેનો પણ તપાસમાં ખુલાસો થશે.

    પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સલાયાના સલીમ અને અલી પાસેથી ડ્રગ્સનાં જે 47 પેકેટ મળી આવ્યાં છે તેનું હાલમાં પંચનામુ ચાલુ છે આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે. જ બાદ કેટલી કિંમતનું ડ્રગ્સ છે તેની સ્પષ્ટતા થશે. આ મ છતા હાલનાં તબ્બકે પોલીસ માહિતી અનુસાર 300 કરોડનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે.
    Published by:Margi Pandya
    First published: