Home /News /gujarat /ગુજરાતના દરિયાકાંઠે થયેલા ડિમોલેશનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું! ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં

ગુજરાતના દરિયાકાંઠે થયેલા ડિમોલેશનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું! ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં

દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી

Gujarat Govt: ગુજરાતમાં દરિયા કિનારે કરાયેલા ડિમોલેશન અને પાકિસ્તાનથી મોકલતા ડ્રગ્સ અને હથિયાર મામલે દરિયાઈ સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષાના વિવિધ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવશે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ દ્વારકામાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશનમાં 2.25 લાખ સ્ક્વેરફૂટ જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. અહીં બનેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાથી હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. અસામાજિક તત્વોની કામગીરીને ધ્યાનમાં રાખીને જમીન પચાવી પાડવા સહિતના મુદ્દે થયેલા ડિમોલેશનનો બદલો લેવાની પાકિસ્તાન દ્વારા પ્લાન ઘડવામાં આવી રહ્યો હોવાની વિગતો મળી રહી છે. પાકિસ્તાનથી ડ્રગ્સની સાથે હથિયારો પણ મોકલવામાં આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરશે.

દ્વારકા ડિમોલેશનથી પાકિસ્તાનને ચૂંક આવી?


સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાણી સુરક્ષાની સમીક્ષા કરવાના છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયા કિનારે વસતા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીના કારણે પાકિસ્તાન દ્વારા બદલાની તૈયારી કરાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સના પકડાયેલા બે કન્સાઈન્મેન્ટમાં હથિયારો પણ પકડવામાં આવ્યા છે.


ગુજરાતના વિશાળ દરિયા કિનારાના કારણે ભારતીય અને ગુજરાતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તેના પર બાજ નજર રાખવામાં આવે છે હવે ડિમોલેશન અને ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસાડવાની જે કામગીરી કરાય છે તેને જોતા ગુજરાત સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે મહત્વની બેઠકનું આયોજન કર્યું છે.

પાકિસ્તાનના નાપાક ઈરાદા પર ગુજરાતની નજર


પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સની સાથે હવે હથિયાર ઘૂસાડવાની જે કરતૂત કરવામાં આવી રહી છે તેના પર ગુજરાત સરકાર નજર રાખી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની મહત્વની બેઠક યોજાવાના છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ સેનાના જવાનો અકસ્માતમાં જીવ ગયો

તાજેતરમાં 17 જેલોમાં ઓપરેશન હાથ ધરાયું હતું


રાજ્યની 17 જેલોમાં 1700 પોલીસકર્મીઓની ટીમો દ્વારા એક સાથે એક ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન દમિયાન જેલની વ્યવસ્થા અને કેદીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે તેનો સફાયો કરવામાં આવ્યો છે. જેલ ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક સાધનો સહિત ગાંજો સહિતના માદક દ્રવ્યો પણ મળી આવ્યા હતા.
First published:

Tags: CM Bhupendra Patel, Gandhingar, Gujarati news