હવે રાત્રે કર્ફ્યૂ દરમિયાન 108 એમ્બ્યુલન્સની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો

હવે રાત્રે કર્ફ્યૂ દરમિયાન 108 એમ્બ્યુલન્સની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિબંધના આદેશ કર્યા- રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ, લોકોમાં ડરનો માહોલ ઊભો થતો હોવાનો મત

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ડર અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રે કર્ફ્યૂ દરમિયાન 108 એમ્બ્યુલન્સની વાગતી સાયરન ઉપર પ્રતિબંધ મૂક્યો છે .સાયરનના કારણે લોકોની માનસિક સ્થિતિ બગડતી હોવાનું તેમજ લોકોમાં ડર પેદા થતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ પ્રતિબંધ મૂકાયો છે. જોકે રાત્રે ટ્રાફિક હોય તેવા સંજાગોમાં સાયરન વગાડવાની છૂટ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કારણે લોકો માનસિક રોગનો શિકાર બની રહ્યા છે તો લોકોમાં સતત કોરોનાનો ખૌફ જોવા મળી રહ્યો છે. તબીબો પણ કહી ચૂક્યા છે કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પણ લોકોમાં એવો ડર ઘર કરી ગયો છે કે તે નીકળતો નથી. અમદાવાદ જેવા શહેરમાં અત્યારે 24 કલાક 108 એમ્બ્યુલન્સની સાયરનો સંભળાઈ રહી છે. સૌથી વધુ માનસિક ભય ઉત્પન્ન કરનારી સ્થિતિ તો જેઓ ખાનગી અથવા સરકારી હોસ્પિટલોની આસપાસ રહે છે તેમની થાય છે.આ પણ વાંચો - સુરત : કોરોનાની બીજી લહેરમાં શબવાહિનીની ખોટ પડતા 108નો શબવાહિની તરીકે ઉપયોગ શરૂ કરાયો

રાત્રે પરિવારો સૂતા હોય ત્યારે આખી રાત આ સાયરનો સંભળાતી હોવાથી અનેક લોકો ઊંઘી શકતા નથી અને કોરોના ન થયો હોવા છતાં કોરોનાના વિચારમાં ખોવાયેલા રહે છે. જે લોકો સ્વસ્થ છે અને કોરોનામાં સપડાયા નથી તેઓને માનસિક શાંતિ મળે અને ખોટો ડર ઊભો ન થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108ની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

રાત્રે ટ્રાફિક હોય તેવા સમયમાં સાયરન વગાડવાની છૂટ અપાઈ છે. મોટા શહેરોમાં દિવસ દરમિયાન પણ 108ની સાયરનો સતત સાંભળવા મળતી હોય છે અને રાત્રે પણ આ જ સ્થિતિ જોવા મળતી હોય છે. જેના કારણે લોકોમાં માનસિક ડર ઊભો થાય છે. એક તરફ પહેલેથી જ લોકો કોરોનાથી ડરેલા છે અને આ સાયરન સાંભળીને તેમની માનસિક સ્થિતિ વધુ ન બગડે તે માટે નિર્ણય લેવાયો છે
Published by:Ashish Goyal
First published:April 17, 2021, 23:09 pm