Home /News /gujarat /10 લાખ માટે સરકારી નોકરી દાવ પર લગાવી દીધી, પ્રમોશન મળવાનું હતું પણ હવે જેલમાં છે!

10 લાખ માટે સરકારી નોકરી દાવ પર લગાવી દીધી, પ્રમોશન મળવાનું હતું પણ હવે જેલમાં છે!

બંને આરોપી યુવતીની તસવીર

રાજસ્થાનની એક શિક્ષિકાએ 10 લાખ રૂપિયા માટે સરકારી નોકરી તો ગુમાવી જ છે. પરંતુ તેને જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો છે. તો પોલીસે પણ એવા ડોક્યુમેન્ટ્સ બનાવ્યાં છે કે તેને સરળતાથી જામીન પણ નહીં મળે. આવો જાણીએ શું છે સમગ્ર કેસ...

જયપુરઃ રાજસ્થાનના જાલોર જિલ્લાની રહેવાસી એક મહિલા સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે. મહિને પચાસ હજારની સરકારી નોકરી ધરાવતી શિક્ષિકાએ બધું જ દાવ પર લગાવી દીધું છે. પોલીસે કેસ પેપર પણ એવા બનાવ્યાં છે કે, જલદી જામીન પણ નહીં મળે છે. નકલી વિદ્યાર્થી સાથે જોડાયેલા આ કેસમાં સંડોવાયેલી મહિલાનું નામ સંગીતા બિશ્નોઈ હોવાનું જાણવા મળ્યું છે.

મેઇન્સની પરીક્ષા આપવા જયપુર જવાનું થયું


પોલીસે જણાવ્યુ છે કે, સંગીત બિશ્નોઈ જાલોર જિલ્લાના સાંચોરના જૂના પાવર હાઉસ પાસે આવેલી રાજકીય પ્રાથમિક શાળામાં વર્ગ-1ના શિક્ષિકા છે. તેમના પતિ નરેશ પણ સરકારી શિક્ષક છે. બંનેની નોકરી સારી ચાલી રહી હતી અને ત્યારે જ પરીક્ષા આવી ગઈ. તે દરમિયાન મંજૂ નામની એક સરકારી શિક્ષિકાએ સંગીતાનો સંપર્ક કર્યો હતો. મંજૂ પણ જાલોરમાં રહે છે. તેણે રિટ પ્રિ-પરીક્ષા પાસ કરી લીધી હતી અને હવે સેન્ટર રીટ મેઇન્સ પરીક્ષા માટે જયપુરમાં આવવાનું હતું.


એક્ઝામ સેન્ટરમાં પકડાઈ ગઈ


મંજૂએ સંગીતાને કહ્યુ અને દસ લાખ રૂપિયા આપી તેની જગ્યાએ સંગીતાને પરીક્ષા આપવા જવા માટે જણાવ્યું. પહેલા તો સંગીતાએ ના પાડી પરંતુ જ્યારે 10 લાખ રૂપિયાની વાત આવી તો તે તૈયાર થઈ ગઈ. જાલોરથી સંગીતા પરીક્ષા આપવા માટે જયપુર આવી હતી. પરંતુ એક્ઝામ સેન્ટરમાં પકડાઈ ગઈ હતી. હવે તેને જેલભેગી કરી દેવામાં આવી છે. તો જાલોરમાં રહેનારી મંજૂ હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
First published:

Tags: Government job, Primary teachers, School TEACHER, Teacher, Teachers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો