દોગલી નીતિ ચાલી રહી છે : અલ્પેશ; રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ કરવા પોલીસની કોર્ટમાં અરજી

આમ તો પોલીસે અમને ગાળો પણ આપી છે તો તેની ઉપર પણ એફઆઈઆર દાખલ થવી જોઈએ પણ એવું નહિ થાય

આમ તો પોલીસે અમને ગાળો પણ આપી છે તો તેની ઉપર પણ એફઆઈઆર દાખલ થવી જોઈએ પણ એવું નહિ થાય

 • Share this:
  કીર્તેશ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી :

  આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા ઉપર પોલીસ અને કાયદાનો સિકંજો વધુ કસાય તેવી પુરેપુરી શક્યતાઓ છે. 'પાસ' નેતા અલ્પેશ કથિરીયા દ્વારા લોકઅપમાં કરવામાં આવેલી બીભત્સ ગાળાગાળી અને સરકારી કામમાં રુકાવટ પેદા કરીને સુરતમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરવાના મામલે આજે સુરત પોલીસ દ્વારા અલ્પેશ કથીરીયાના રાજદ્રોહના કેસમાં પોલીસે કોર્ટમાં કરી અરજીને જામીન રદ્દ કરવા માટે પેશકશ કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશને કડક શરતોને આધારે આ ગુન્હામાં જામીન પ્રાપ્ત થયા હતા. હવે પોલીસને અપશબ્દો બોલી અલ્પેશ ફસાયો છે અને આ મામલે અલ્પેશ વિરુદ્ધ ગુના પણ પોલીસે નોંધ્યા હતા

  આ પૂર્વે આજે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતી વેળા માધ્યમો સમક્ષ નિવેદન કરતા અલ્પેશે જણાવ્યું હતું કે, "આશા રાખીયે છીએ કે દરરોજ અમારા ઉપર પાંચ એફઆઈઆર થાય. તમામ કાયદાનો ભંગ અમે જ કરીએ છીએ. આ દોગલી નીતિ ચાલી રહી છે. આમ તો પોલીસે અમને ગાળો પણ આપી છે તો તેની ઉપર પણ એફઆઈઆર દાખલ થવી જોઈએ પણ એવું નહિ થાય. ત્યાં ભારતીય જનતા પાર્ટીના વી.ડી. ઝાલાવાડિયાના સુપત્રએ, એ તો પીઆઇને ગાળો ભાંડે છે, પીઆઇ તો સામે આપતો જ નથી. અમને તો પીઆઈએ, ડીસીપીએ, એસીપીએ ગાળો આપી હતી એટલે અમે સામે આપી છે. પરંતુ તેની ઉપર ગુનો દાખલ નહિ થાય એમાં કમિશ્નરે હુકમ કરવો પડે અને અમારા માટે તો હુકમ અગાઉથી ઉપરથી આવી જ જતો હોય છે. હવે ખબર નહિ સિસ્ટમ શું હોય છે ?'

  પોલીસ અને 'પાસ' નેતા અલ્પેશ કથીરિયા વચ્ચેની આ ખેંચતાણ આગામી દિવસોમાં વધુ ઘેરી બને તો નવાઈ નહિ !
  Published by:sanjay kachot
  First published: